LATEST

પાકિસ્તાન પ્રવાસ માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમની જાહેરાત, તમામ મેચો કરાચીમાં રમાશે

વેસ્ટ ઈન્ડિઝે પાકિસ્તાન પ્રવાસ પર આગામી મર્યાદિત ઓવરોની શ્રેણી માટે તેમની ટીમની જાહેરાત કરી છે. શ્રેણીમાં ત્રણ વનડે અને ત્રણ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. આ તમામ મેચ 13 થી 22 ડિસેમ્બર દરમિયાન કરાચીના નેશનલ સ્ટેડિયમમાં રમાશે.

ત્રણ મેચની ODI શ્રેણી ICC મેન્સ વન ડે સુપર લીગનો ભાગ હશે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ હાલમાં આઈસીસી મેન્સ વન ડે સુપર લીગમાં આઠમા નંબર પર છે.

પાકિસ્તાન પ્રવાસ માટે વેસ્ટ ઈન્ડિઝની ટી-20 ટીમમાં કેટલાક નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. વેસ્ટ ઈન્ડિઝે વર્કલોડને ધ્યાનમાં રાખીને જેસન હોલ્ડરને આરામ આપવાનો નિર્ણય કર્યો છે જ્યારે એવિન લુઈસ, શિમરોન હેટમાયર, આન્દ્રે રસેલ અને લેન્ડલ સિમન્સ અંગત કારણોસર રમી રહ્યા નથી. ફેબિયન એલન અને ઓબેડ મેકકોય પણ ઈજાઓ અને પુનર્વસનને કારણે બહાર થઈ ગયા છે.

ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે કહ્યું છે કે કીરોન પોલાર્ડ ODI અને ટી-20I શ્રેણીમાં ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે શાઈ હોપ ODIમાં ઉપ-કેપ્ટન રહેશે અને નિકોલસ પૂરન ટી-20I માં વાઇસ-કેપ્ટન રહેશે.

વેસ્ટ ઈન્ડિઝની વનડે ટીમઃ કિરોન પોલાર્ડ (કેપ્ટન), શાઈ હોપ (વાઈસ-કેપ્ટન), ડેરેન બ્રાવો, શમર બ્રૂક્સ, રોસ્ટન ચેઝ, જસ્ટિન ગ્રીવ્સ, અકીલ હોસેન, અલઝારી જોસેફ, ગુડાકેશ મોતી, એન્ડરસન ફિલિપ, નિકોલસ પૂરન, રોમન રીફર, શેફર્ડ, ઓડિયન સ્મિથ, હેડન વોલ્શ જુનિયર.

વેસ્ટ ઈન્ડિઝની ટી-20 ટીમઃ કિરોન પોલાર્ડ (કેપ્ટન), નિકોલસ પૂરન (વાઈસ-કેપ્ટન), ડેરેન બ્રાવો, રોસ્ટન ચેઝ, શેલ્ડન કોટ્રેલ, ડોમિનિક ડ્રેક્સ, શાઈ હોપ, અકીલ હોસેન, બ્રાન્ડોન કિંગ, કાયલ મેયર્સ, ગુડાકેશ મોતી, રોમારિયો શેફર્ડ સ્મિથ, ઓશેન થોમસ, હેડન વોલ્શ જુનિયર.

Exit mobile version