LATEST

BCCI પ્રમુખ રોજર બિન્ની અને ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા પાકિસ્તાન પહોંચ્યા

pic- free press journal

BCCI પ્રમુખ રોજર બિન્ની અને ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા પાકિસ્તાન પહોંચી ગયા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલે કે PCBના અધ્યક્ષ ઝકા અશરફે લાહોરમાં તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

એશિયા કપ 2023ના સત્તાવાર ડિનર માટે PCB દ્વારા BCCIના અધિકારીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે, એશિયન ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ACCના પ્રમુખ જય શાહ આ પ્રવાસ પર ગયા ન હતા.

બીસીસીઆઈના અધિકારીઓના પાકિસ્તાન જવા પાછળ ઘણા કારણો છે. છેલ્લા એક દાયકાથી વધુ સમયથી બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય શ્રેણી નથી થઈ. બંને દેશોના અધિકારીઓ સંભવતઃ આ મુદ્દાનો ઉકેલ શોધી શકે છે. જો કે, હજુ સુધી બંને દેશોના ક્રિકેટ બોર્ડ દ્વારા આવી માહિતી જાહેર કરવામાં આવી નથી. BCCIએ પણ આવું એટલા માટે કર્યું છે કારણ કે પાકિસ્તાનની ટીમ ભારતમાં વર્લ્ડ કપ રમવાની છે.

તમને જણાવી દઈએ કે BCCI પ્રમુખ બિન્ની અને ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા પણ પાકિસ્તાન પહોંચી ગયા છે. આ મેચો 5 અને 6 સપ્ટેમ્બરે લાહોરમાં યોજાવાની છે. એક મેચમાં અફઘાનિસ્તાન અને શ્રીલંકા ટકરાશે જ્યારે બીજી મેચમાં પાકિસ્તાનનો મુકાબલો શ્રીલંકા અથવા બાંગ્લાદેશ સામે થશે. બીસીસીઆઈના અધિકારીઓ આમાંથી કોઈપણ એક મેચ જોવા માટે સ્ટેડિયમ પહોંચી શકે છે.

Exit mobile version