ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાના 7 અઠવાડિયાના લાંબા પ્રવાસ માટે તેની ટીમની જાહેરાત કરી છે. જેમાં પેટ કમિન્સને 3 મેચની T20 સીરીઝ માટે આરામ આપવામાં આવ્યો છે.
આ પ્રવાસમાં ઓસ્ટ્રેલિયા 3 T20 મેચો ઉપરાંત 5 ODI અને બે ટેસ્ટ મેચોની શ્રેણી રમશે. ઓસ્ટ્રેલિયા આ પ્રવાસમાં મજબૂત ટીમ જોવા મળશે કારણ કે IPLના કારણે ઘણા ખેલાડીઓ પાકિસ્તાન સામેની ODI મેચ ચૂકી ગયા હતા. પેટ કમિન્સ ઉપરાંત માર્કસ હેરિસ અને માર્ક સ્ટેકેટીને 16 સભ્યોની ટેસ્ટ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. જોકે, બંનેને ‘A’ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે જે સિનિયર મેન્સ ટીમ સાથે શ્રીલંકાનો પ્રવાસ કરશે.
લિમિટેડ ઓવરોની ટીમની વાત કરીએ તો પાકિસ્તાન સામે સદી ફટકારનાર બેન મેકડરમોટને જગ્યા મળી નથી. આ સિવાય માઈકલ નેસરને પણ તક મળી નથી. એડમ ઝમ્પાને આ પ્રવાસમાંથી બ્રેક આપવામાં આવ્યો છે. નવા કોચ એન્ડ્રુ મેકડોનાલ્ડ માટે પણ આ પ્રથમ પ્રવાસ હશે.
ટીમની પસંદગી અંગે જ્યોર્જ બેઈલીએ કહ્યું કે, અમે પાકિસ્તાન સામે ટેસ્ટ અને વનડેમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ ટીમના ઊંડાણ પર કામ કરી શક્યા છીએ.
ઓસ્ટ્રેલિયા ટી-20 ટીમઃ એરોન ફિન્ચ (કેપ્ટન), સીન એબોટ, એશ્ટન અગર, જોશ હેઝલવુડ, જોશ ઈંગ્લિસ, મિચેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, જ્યે રિચાર્ડસન, કેન રિચાર્ડસન, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઈનિસ, મિશેલ સ્વીડસન, મિશેલ ડેવિડ, વોર્નર.
ઓસ્ટ્રેલિયા વનડે ટીમઃ એરોન ફિન્ચ (કેપ્ટન), એશ્ટન અગર, એલેક્સ કેરી, પેટ કમિન્સ, કેમેરોન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, માર્નસ લાબુશેન, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઈનિસ, મિશેલ સ્વેપ્સન, ડેવિડ વોર્નર.
ઓસ્ટ્રેલિયા ટેસ્ટ ટીમઃ પેટ કમિન્સ (કેપ્ટન), એશ્ટન અગર, સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, કેમેરોન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લિયોન, મિશેલ માર્શ, સ્ટીવ સ્મિથ (વાઈસ-કેપ્ટન) , મિશેલ સ્ટાર્ક, મિશેલ સ્વેપ્સન, ડેવિડ વોર્નર.