LATEST

ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર શોન માર્શે નિવૃત્તિની જાહેરાત કરી, આવી રહી કરિયર

ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન શોન માર્શે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય લીધો છે. ડાબા હાથના બેટ્સમેને 2000-01ની સિઝનમાં શેફિલ્ડ શીલ્ડમાં ફર્સ્ટ-ક્લાસ ડેબ્યૂ કર્યું હતું.

શીલ્ડ ક્રિકેટમાં માર્શે પશ્ચિમ ઓસ્ટ્રેલિયા માટે 8347 રન બનાવ્યા છે, જેમાં 20 સદી અને 43 અડધી સદી સામેલ છે. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા તરફથી શીલ્ડ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે શોન માર્શ ત્રીજા નંબર પર છે. શોન માર્શે ઓસ્ટ્રેલિયા માટે ત્રણેય ફોર્મેટમાં કુલ 126 મેચ રમી છે.

શોન માર્શે 38 ટેસ્ટ, 73 વનડે અને 15 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. માર્શના ત્રણેય ફોર્મેટમાં 2265, 2773 અને 255 રન છે. માર્શે છ ટેસ્ટ, સાત વનડે સદી ફટકારી છે. માર્શે 2021-22માં વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયાનું નેતૃત્વ કર્યું હતું અને વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયાએ 1998-99 પછી પ્રથમ વખત શેફિલ્ડ શિલ્ડ ટાઇટલ કબજે કર્યું હતું.

એકંદરે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ વિશે વાત કરીએ તો માર્શે 183 મેચોની 234 ઇનિંગ્સમાં 41.20ની એવરેજથી 12032 ફર્સ્ટ ક્લાસ રન બનાવ્યા છે, જે દરમિયાન તેણે 32 સદી અને 58 અડધી સદી ફટકારી છે. માર્શે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ જૂન 2019માં રમી હતી. માર્શે 15 જૂને ઓવલ મેદાન પર શ્રીલંકા સામેની આ ODIમાં ત્રણ રન બનાવ્યા હતા.

Exit mobile version