ઓસ્ટ્રેલિયાના ઓપનર વિલ પુકોવસ્કીએ મંગળવારે નિવૃત્તિની જાહેરાત કરીને ક્રિકેટ જગતને આશ્ચર્યચકિત કરી દીધું. ૨૭ વર્ષીય વિલ પુકોવસ્કીએ ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. “હું ફરી ક્યારેય ક્રિકેટ રમીશ નહીં,” પુકોવસ્કીએ મંગળવારે SEN રેડિયોને જણાવ્યું. તેણે વધુમાં કહ્યું કે, આ વર્ષ ખરેખર મુશ્કેલ રહ્યું છે, શક્ય તેટલું સરળ શબ્દોમાં કહીએ તો, હું હવે કોઈપણ સ્તરે રમીશ નહીં.
ઓસ્ટ્રેલિયા માટે એક ટેસ્ટ મેચ રમનાર વિક્ટોરિયન બેટ્સમેનની કારકિર્દી ઇજાઓથી ભરેલી રહી છે, છેલ્લી ઇજા માર્ચ 2024 માં શેફિલ્ડ શીલ્ડ મેચમાં આવી હતી, જ્યારે તે રાયલી મેરેડિથના બાઉન્સરથી હેલ્મેટ પર વાગવાથી ઘાયલ થયો હતો. સતત ઇજાઓને કારણે તેણે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.
ઓસ્ટ્રેલિયાના ઓપનરે કહ્યું, મને ખબર છે કે આ ઇજાઓ પહેલા હું કેવો હતો અને હવે હું કેવો છું તે પણ જાણું છું, મારા પરિવાર અને મિત્રોએ મારામાં ફરક જોયો છે અને તે મારા અને તેમના માટે ડરામણું છે, તેથી જ મારે આ નિર્ણય લેવો પડ્યો.
વિલ પુકોવસ્કીએ કહ્યું, 27 વર્ષની ઉંમરે, મારી સામે ઘણું બધું છે અને મારા જીવનમાં ઘણી બધી વસ્તુઓ છે જે હું પ્રાપ્ત કરવા માંગુ છું. તેણે કહ્યું, હું બીજા 15 વર્ષ રમવા માંગતો હતો અને આ તક છીનવાઈ ગઈ છે, જે ખૂબ જ ખરાબ છે, ઓછામાં ઓછું મને ખબર છે કે મને ફરીથી માથામાં ઈજા નહીં થાય, પરંતુ જ્યારે લક્ષણો ચાલુ રહે છે ત્યારે તે ડરામણું હોય છે.
પુકોવસ્કીને ઓસ્ટ્રેલિયાના ભાવિ સ્ટાર્સમાંના એક માનવામાં આવતા હતા, તેણે 2021માં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારત સામે ડેબ્યૂ કર્યું હતું, પરંતુ તે તેમની એકમાત્ર ટેસ્ટ મેચ બની. પુકોવસ્કીએ કહ્યું, ઓસ્ટ્રેલિયા માટે રમવાનું મારું હંમેશા સ્વપ્ન રહ્યું છે, મેં 2021 માં મારી જાતને તે પરિસ્થિતિમાં જોયો, મારી મહત્વાકાંક્ષા અહીં અટકી ન હતી, હું બેટિંગ યુનિટનું નેતૃત્વ કરનાર વ્યક્તિ બનવા માંગતો હતો, હું 100 ટેસ્ટ રમવા માંગતો હતો, કમનસીબે, એક ટેસ્ટમાં જ તેનો અંત આવે છે.
Sad news, as Will Pucovski officially confirms his retirement from all forms of cricket 😔
(via @WhateleySEN) pic.twitter.com/gYOAKFxp5J
— 7Cricket (@7Cricket) April 8, 2025