LATEST

અઝહર અલી: ‘જો વિરાટ પાકિસ્તાન આવે તો’, સ્ટેડિયમ ગ્રીન જર્સીથી ભરેલું હશે

Pic- mykhel

ભારતીય ટીમના બેટ્સમેન વિરાટ કોહલી વિશ્વના સૌથી ખતરનાક બેટ્સમેનોમાંના એક છે, વિરાટ કોહલીએ પોતાના ક્રિકેટ કરિયરમાં એવા ઘણા વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે જેને આજ સુધી કોઈ બેટ્સમેન તોડી શક્યા નથી. હાલમાં વિરાટ કોહલી ભારતીય ટીમ તરફથી T20 વર્લ્ડ કપ રમી રહ્યો છે. તો બીજી બાજુ પાકિસ્તાન ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને લઈને મોટું નિવેદન આપ્યું છે.

અઝહર અલીએ છેલ્લા કેટલાક સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમની કમાન સંભાળી હતી. હાલમાં જ અઝહર અલીએ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી વિશે મોટું નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે, “જો કોહલી ક્યારેય પાકિસ્તાનમાં રમશે તો તમે ત્યાંનું વાતાવરણ જોશો. સ્ટેડિયમ ગ્રીન જર્સીથી ભરેલું હશે, પરંતુ પાછળનું નામ પાકિસ્તાનના ખેલાડીઓ બાબર આઝમ કે શાહીન આફ્રિદીનું નહીં, પણ કોહલીનું હશે, તે પણ તેની જર્સી નંબર 18 સાથે.

પાકિસ્તાન ક્રિકેટ ટીમ ગયા વર્ષે ODI વર્લ્ડ કપ રમવા ભારત આવી હતી પરંતુ છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમ પાકિસ્તાન ગઈ નથી. પાકિસ્તાન ક્રિકેટ ટીમના પ્રશંસકો વિરાટ કોહલીને પાકિસ્તાનમાં રમતા જોવા માંગે છે, એવા વીડિયો પણ ઘણા સોશિયલ મીડિયા પર સામે આવ્યા હતા જેમાં પાકિસ્તાની ફેન્સ વિરાટ કોહલીને પાકિસ્તાન આવવા વિનંતી કરી રહ્યા હતા.

Exit mobile version