બાબર આઝમે દરેક ફોર્મેટ પ્રમાણે પોતાને અનુકૂળ કરી લીધું છે….
પાકિસ્તાનની ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમની તુલના હંમેશાં વિરાટ કોહલી સાથે કરવામાં આવે છે. બાબર આઝમે વિરાટ કોહલી સાથે સરખામણી કરવા અંગે કહ્યું છે કે, તે તેના માટે ગર્વ અનુભવે છે સાથે જ તે પ્રેરણા આપે છે કે, વિરાટ કોહલી જે રીતે ટીમ ઈન્ડિયા માટે પ્રદર્શન કરે છે, તે પણ તેની ટીમ પાકિસ્તાન માટે તે જ પ્રદર્શન કરે છે. ક્રિકેટ પંડિતો હંમેશા ફેબ ફોર વિશે વાત કરે છે, પરંતુ બાબરે હવે લોકોને તેના પ્રદર્શનથી ફેબ ફીબ વિશે વાત કરવાની ફરજ પાડી છે. તે ટી 20 હોય કે ટેસ્ટ ક્રિકેટ બાબર આઝમે દરેક ફોર્મેટ પ્રમાણે પોતાને અનુકૂળ કરી લીધું છે અને તે સતત પ્રદર્શન કરવાનો પ્રયત્ન કરતા રહે છે.
બાબરે આઝમે કહ્યું કે, વિરાટ કોહલી વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોમાંનો એક છે અને તેણે મોટી મેચોમાં સર્વત્ર પ્રદર્શન કર્યું છે. જ્યારે લોકો તેની મારી સાથે સરખામણી કરે છે, ત્યારે હું દબાણનો નહીં, પણ ગર્વ અનુભવું છું. વિરાટ કોહલી જેવા મોટા ખેલાડી સાથે તુલના કરવી મારા માટે ખૂબ ગર્વની વાત છે.
વિરાટ કોહલી સાથેની મારી તુલના વિશે વાત કરતાં, અંગત રીતે મને નથી લાગતું કે તેની સાથે મારી તુલના થવી જોઈએ, પરંતુ લોકો કરે છે અને મને આનંદ થાય છે. મારો પણ પ્રયાસ છે કે, આ જ રીતે મારે મારી ટીમ પાકિસ્તાન માટે પ્રદર્શન કરવું જોઈએ અને ટીમ માટે મેચ જીતીને પાકિસ્તાનને ગૌરવ અપાવવું જોઈએ.
અમે બંને જુદા જુદા ખેલાડીઓ અને ખાણ છીએ અને તે બંનેની બેટિંગ શૈલી જુદી જુદી છે. હું મારી ક્ષમતા પ્રમાણે શ્રેષ્ઠ કરવાનો પ્રયત્ન કરું છું. બાબરે આ વાત ખલીજ ટાઇમ્સ કરતી વખતે કરી હતી.

