2000 ના દાયકાની શરૂઆતમાં ભારત સાથે ક્રિકેટ સંબંધો પુનઃસ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ભૂતપૂર્વ અધ્યક્ષ શહરયાર ખાનનું શનિવારે અવસાન થયું હતું. તેઓ 89 વર્ષના હતા. પૂર્વ ભારતીય કેપ્ટન મન્સૂર અલી ખાન પટૌડીના સંબંધી શહરયાર ખાન ઘણા સમયથી બીમાર હતા. તેમનો જન્મ ભોપાલમાં થયો હતો.
તેઓ 1990 થી 1994 દરમિયાન પાકિસ્તાનના વિદેશ સચિવ હતા. આ સિવાય તેઓ ભારત અને યુનાઈટેડ કિંગડમમાં પાકિસ્તાનના હાઈ કમિશનર પણ હતા.
શહરયાર 2003 અને 2006 વચ્ચે પહેલીવાર PCBના અધ્યક્ષ બન્યા હતા. આ દરમિયાન ભારતીય ટીમે બે વખત પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. આ પછી તેમણે 2014 થી 2017 સુધી PCB ચીફની જવાબદારી પણ નિભાવી.
તેઓ 1999ના ભારતીય પાકિસ્તાન પ્રવાસ અને 2003 ODI વર્લ્ડ કપ દરમિયાન પાકિસ્તાન ટીમના મેનેજર હતા. તેઓ ભોપાલના રાજવી પરિવારના હતા. પીસીબીના વર્તમાન અધ્યક્ષ મોહસિન નકવીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
મોહસિન નકવીએ કહ્યું, “PCB વતી, હું પૂર્વ અધ્યક્ષ શહરયાર ખાનના નિધન પર મારી ઊંડી સંવેદના અને દુ:ખ વ્યક્ત કરું છું. તેઓ એક સારા પ્રશાસક હતા અને તેમણે અત્યંત સમર્પણ સાથે પાકિસ્તાન ક્રિકેટની સેવા કરી હતી. દેશમાં રમતના વિકાસમાં તેમની સેવાઓ માટે પાકિસ્તાન ક્રિકેટ શહરયાર ખાનનું ઋણી રહેશે.”
The PCB, through its Chairman, Board of Governors and employees, expresses deep sadness over the passing of former Chairman PCB Shaharyar Khan. Our heartfelt condolences to his family and friends. pic.twitter.com/IOmJWAJLu3
— Pakistan Cricket (@TheRealPCB) March 23, 2024