માર્ચમાં કોરોના વાયરસના ફેલાવાને કારણે વિશ્વભરની ક્રિકેટ પ્રવૃત્તિઓ બંધ થઈ ગઈ હતી…
ઢાકા: બાંગ્લાદેશના નવ ખેલાડીઓએ રવિવારથી પ્રેક્ટિસ શરૂ કરી હતી પરંતુ કોવિડ -19 રોગચાળો ટાળવા માટે પ્રોટોકોલ મુજબ માત્ર એક ક્રિકેટરને સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરવાની છૂટ મળી હતી.
ઇએસપીએનક્રિકઇન્ફોના અહેવાલ મુજબ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે (બીસીબી) માર્ચ પછી પહેલીવાર તેની સ્પોર્ટસ સુવિધાઓના ઉપયોગની મંજૂરી આપી હતી. માર્ચમાં કોરોના વાયરસના ફેલાવાને કારણે વિશ્વભરની ક્રિકેટ પ્રવૃત્તિઓ બંધ થઈ ગઈ હતી.
પૂર્વ કેપ્ટન મુસ્તફિઝુર રહીમ, મોહમ્મદ મિથુન, શફીઉલ ઇસ્લામે ઢાકામાં પ્રેક્ટિસ કરી હતી જ્યારે ઝડપી બોલર સૈયદ ખલીલ અહેમદ અને સ્પિનર નસુમ અહેમદે સિલેટમાં પ્રેક્ટિસ કરી હતી. સ્ટેડિયમની અંદર ક્રિકેટરની સાથે માત્ર એક ટ્રેનરને જવાની મંજૂરી આપવામાં આવી હતી. બંનેએ પોતાની પાણીની બોટલ, સીટ અને શૌચાલયનો અલગથી ઉપયોગ કર્યો.
બીસીબીના ક્રિકેટ ઓપરેશન વડા અકરમ ખાને કહ્યું કે ખેલાડીઓ મે મહિનાથી પ્રેક્ટિસની વિનંતી કરી રહ્યા હતા. પરંતુ દેશમાં વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને બોર્ડે જોખમ લીધું નથી. તેમણે કહ્યું, “મે મહિનાની છેલ્લી ઇદ પહેલા અમે ખેલાડીઓ પાસેથી તાલીમની વિનંતી મેળવી હતી, પરંતુ અમે તેમને મંજૂરી આપી નહોતી.” વસ્તુઓ સારી નહોતી અને હજી પણ એટલી સારી નથી.”
Mohammad Mithun speaks after completing his first individual practice session at Sher-e-Bangla National Cricket Stadium today (July 19).#BCB pic.twitter.com/NoyyEwgU0y
— Bangladesh Cricket (@BCBtigers) July 19, 2020
ખાને કહ્યું કે, પરંતુ અમે મેથી મેદાન અને પ્રેક્ટિસની સુવિધા તૈયાર કરી હતી, તેથી અમે ખેલાડીઓ માટે આ વખતે ખોલવાનું નક્કી કર્યું છે. જ્યાં સુધી રોગચાળાના સંજોગો આ જેમ રહેશે, ત્યાં સુધી તાલીમની ગોઠવણ સમાન રહેશે. ચોક્કસપણે, જો તેમાં સુધારો થાય છે તો અમે તરત જ સંપૂર્ણ તાલીમ શરૂ કરીશું. ”