LATEST

46 ODI રમનાર બેટ્સમેન રોબિન ઉથપ્પાએ તમામ ફોર્મેટને અલવિદા કહ્યું

Robin Uthappa Retirement

ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી બેટ્સમેન રોબિન ઉથપ્પાએ માત્ર આંતરરાષ્ટ્રીય ક્રિકેટને જ નહીં પરંતુ ક્લબ ક્રિકેટને પણ અલવિદા કહી દીધું છે. ICC T20 વર્લ્ડ કપનું પ્રથમ ટાઈટલ જીતનારી ટીમના સભ્ય રહેલા આ બેટ્સમેને તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.

ઉથપ્પાએ બુધવારે, 14 સપ્ટેમ્બર 2022 ના રોજ સોશિયલ મીડિયા પર તેના ચાહકો સાથે આ શેર કર્યું. નોંધ લખતી વખતે તેણે BCCI અને કર્ણાટક ક્રિકેટ બોર્ડ બંનેનો આભાર માન્યો હતો. મને દેશ અને કર્ણાટક રાજ્ય માટે રમવાની તક મળી એ મારા માટે બહુ સન્માનની વાત છે. બધી સારી બાબતોનો એક યા બીજા દિવસે અંત આવવાનો છે, મોટા હૃદય સાથે હું ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરું છું.

ઉથપ્પાએ ભારત માટે 46 ODI અને 13 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેણે ODIમાં 6 અડધી સદીની મદદથી 934 રન બનાવ્યા. જ્યારે ટી20માં તેણે 1 અડધી સદી સાથે 249 રન બનાવ્યા હતા.

Exit mobile version