ભારતીય કેપ્ટન રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ છગ્ગા ફટકારનારા ટોચના 5 ખેલાડીઓની યાદીમાં ટોચ પર છે. તમને જણાવી દઈએ કે, ટોપ-૫ યાદીમાં બે ભારતીયો છે.
1- રોહિત શર્મા:
આ યાદીમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા ટોચ પર છે. ભારતીય કેપ્ટને કેપ્ટન તરીકે આંતરરાષ્ટ્રીય મેચોમાં 250 છગ્ગા ફટકાર્યા છે. રોહિત 250 છગ્ગા ફટકારનાર પ્રથમ કેપ્ટન છે. ભારતીય ટીમના કેપ્ટન તરીકે, રોહિત શર્માએ ૧૩૯ ઇનિંગ્સમાં ૧૨ સદી સાથે ૫૩૨૨ થી વધુ રન બનાવ્યા છે.
2- ઇયોન મોર્ગન:
ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન ઈયોન મોર્ગને કેપ્ટન તરીકે કુલ 233 છગ્ગા ફટકાર્યા હતા. મોર્ગને ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે ૧૯૮ મેચ રમી અને ૩૮.૩૭ ની સરેરાશથી નવ સદી સાથે ૫૮૭૨ રન બનાવ્યા.
3- એમએસ ધોની:
આ યાદીમાં ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોની ત્રીજા નંબરે છે. ધોનીએ કેપ્ટન તરીકે 211 છગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન તરીકે, તેમણે 332 મેચોમાં 11 સદીની મદદથી 46.89 ની પ્રભાવશાળી સરેરાશથી 11207 રન બનાવ્યા.
4- રિકી પોન્ટિંગ:
આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ ચોથા ક્રમે છે. કેપ્ટન તરીકે, તેમણે ઓસ્ટ્રેલિયા માટે 324 મેચોમાં 171 છગ્ગા ફટકાર્યા. કેપ્ટન તરીકે તેમણે ૩૭૬ ઇનિંગ્સમાં ૪૧ સદી સાથે ૧૫૪૪૦ રન બનાવ્યા છે.
5- બ્રેન્ડન મેક્કુલમ:
આ યાદીમાં ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમ પાંચમા ક્રમે છે. પોતાની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતા બ્રેન્ડન મેક્કુલમે કિવી કેપ્ટન તરીકે ૧૨૧ મેચમાં ૧૭૦ છગ્ગા ફટકાર્યા હતા.