ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની વાર્ષિક બેઠક (AGM) આજે સવારે 11 વાગ્યે મુંબઈમાં યોજાશે.
જ્યાં BCCIના 36મા પ્રમુખ તરીકે 1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય રોજર બિન્નીના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. તેઓ પ્રમુખ બનવાના છે અને તેઓ બિનહરીફ ચૂંટાશે. આ સિવાય એજીએમમાં ICC અધ્યક્ષ પદ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે. આપને જણાવી દઈએ કે વર્તમાન પ્રમુખ સૌરવ ગાંગુલીની હકાલપટ્ટી કરવામાં આવી છે.
ચેરમેન તરીકે રોજર બિન્ની સાથે, ઉપાધ્યક્ષ તરીકે રાજીવ શુક્લા, સેક્રેટરી તરીકે જય શાહ, ટ્રેઝરર તરીકે આશિષ શેલાર, જોઈન્ટ સેક્રેટરી તરીકે દેવજીત સૈકિયા અને IPL ચેરમેન તરીકે અરુણ ધૂમલ છે. બોર્ડના સભ્યો વાર્ષિક બેઠક કરશે અને ચર્ચા કરશે કે શું BCCIએ ICCના અધ્યક્ષ પદ માટે તેના ઉમેદવારને ઊભા રાખવા જોઈએ કે વર્તમાન અધ્યક્ષ ગ્રેક બાર્કલીને બીજી મુદત માટે સમર્થન આપવું જોઈએ.
દરમિયાન, સમાચાર આવ્યા કે ગાંગુલી ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળના પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવશે. હવે જોવાનું એ રહે છે કે પૂર્વ ભારતીય કેપ્ટનના નામ પર વિચાર કરવામાં આવે છે કે નહીં.
અરુણ ધૂમલ મંગળવારે સત્તાવાર રીતે IPL અધ્યક્ષ બન્યા બાદ નવી રચાયેલી IPL ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરશે. જેમાં આઈપીએલની હરાજીની તારીખ નક્કી કરવામાં આવશે અને પ્રથમ મહિલા આઈપીએલ અંગે પણ ચર્ચા થશે, જેનું બોર્ડ આઈપીએલ પહેલા માર્ચમાં આયોજન કરવા માંગે છે. તે જ સમયે, એજીએમ દરમિયાન રાજ્ય એસોસિએશન માટે 30-30 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવશે.
