LATEST

BCCIએ અચાનક શેડ્યૂલ જાહેર કર્યું, ભારતીય ટીમ આ ટીમો સામે રમશે

pic- ndtv

એશિયન ગેમ્સ 2023માં ગોલ્ડ મેડલ જીત્યા બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ હવે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ સામે શ્રેણી રમવા માટે ઘરની ધરતી પર મેદાનમાં ઉતરશે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ બંને શ્રેણીના સંપૂર્ણ કાર્યક્રમની જાહેરાત કરી છે. આ શ્રેણીની શરૂઆત પહેલા મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારતીય મહિલા A ટીમ અને ઈંગ્લેન્ડની મહિલા A ટીમ વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણી પણ રમાશે.

ભારતીય મહિલા ટીમ સૌપ્રથમ ઘરની ધરતી પર ઈંગ્લેન્ડ સામે ત્રણ મેચની T20 શ્રેણી રમશે, જેની પ્રથમ મેચ 6 ડિસેમ્બર, બીજી 9 ડિસેમ્બર અને ત્રીજી 10 ડિસેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ તમામ મેચો ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે શરૂ થશે. આ સીરિઝ સમાપ્ત થયા બાદ બંને ટીમો વચ્ચે ટેસ્ટ મેચ પણ રમાશે. આ મેચ 14 થી 17 ડિસેમ્બર દરમિયાન મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે.

ઈંગ્લેન્ડ સામેની સીરીઝ પૂરી થયા બાદ ભારતીય મહિલા ટીમે ઓસ્ટ્રેલિયા સામે તેની બીજી સીરીઝ ઘરની ધરતી પર રમવાની છે. જેમાં સૌથી પહેલા બંને ટીમો વચ્ચે 21 થી 24 ડિસેમ્બર દરમિયાન મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ટેસ્ટ મેચ રમાશે. આ પછી બંને ટીમો વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝ રમાશે. તેની મેચો 28 ડિસેમ્બર, 30 ડિસેમ્બર અને 2 જાન્યુઆરીએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. જેમાં તમામ મેચો ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યાથી શરૂ થશે. બંને ટીમો વચ્ચે ત્રણ મેચની T20 સિરીઝ 5 જાન્યુઆરીથી શરૂ થશે અને તેની બીજી મેચ 7 જાન્યુઆરીએ જ્યારે છેલ્લી મેચ 9 જાન્યુઆરીએ રમાશે. આ T20 સીરીઝની તમામ મેચ ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે.

Exit mobile version