LATEST

BCCIની મોટી જાહેરાત, સંપૂર્ણ રીતે થતાં જસપ્રીત બુમરાહ આ શ્રેણી રમશે

pic- hindu

ભારતીય ટીમનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઘણા મહિનાઓથી ક્રિકેટથી દૂર છે. 2023ના વર્લ્ડ કપ પહેલા ક્રિકેટના મેદાનમાં તેના વાપસીની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બુમરાહ ઈજાના કારણે ઘણી મોટી ટૂર્નામેન્ટ ચૂકી ચુક્યો છે.

છેલ્લી વખત તેણે સપ્ટેમ્બર 2022માં ઓસ્ટ્રેલિયા સામે ટી20 શ્રેણીમાં ભારત માટે એકમાત્ર મેચ રમી હતી. ત્યારથી તે ટીમની બહાર છે. આ દરમિયાન BCCI સેક્રેટરી જય શાહે જસપ્રિત બુમરાહની વાપસીને લઈને એક મોટું અપડેટ શેર કર્યું છે.

ટીમ ઈન્ડિયા માટે આ વર્ષ ઘણું મહત્વનું છે. 12 વર્ષ બાદ ભારતીય ટીમને તેની જ ધરતી પર ODI વર્લ્ડ કપનો ખિતાબ જીતવાની બીજી તક મળી રહી છે. આ માટે આખી ટીમે તૈયારીઓ શરૂ કરી દીધી છે. 2023ના વર્લ્ડ કપ પહેલા જય શાહે ટીમ ઈન્ડિયા અને ફેન્સને મોટા સમાચાર આપ્યા છે. મીડિયામાં નિવેદન આપતા જય શાહે કહ્યું કે જસપ્રીત બુમરાહ હવે સંપૂર્ણ રીતે ફિટ છે અને તે પુનરાગમન કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા જસપ્રિત બુમરાહની વાપસીને લઈને કેપ્ટન રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ‘જસપ્રિત બુમરાહ ટીમમાં જે અનુભવ લાવે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે મોટી ઈજા બાદ વાપસી કરી રહ્યો છે. મને ખબર નથી કે તે આયર્લેન્ડ શ્રેણીમાં રમશે કે નહીં. અમે હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લીધો નથી.

ભારતીય ટીમે 2023 વર્લ્ડ કપ પહેલા ઓગસ્ટમાં આયર્લેન્ડ સામે T20 શ્રેણી રમવાની છે. બીસીસીઆઈ આ શ્રેણી માટે ટૂંક સમયમાં ટીમની જાહેરાત કરી શકે છે.

Exit mobile version