LATEST

BCCIનું મોટું એક્શન, આ દિગ્ગજને ટીમ ઈન્ડિયામાંથી બહાર કરવામાં આવ્યો

T20 વર્લ્ડ કપ 2022 ની હાર બાદથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ઘણા મોટા પગલા લઈ રહ્યું છે. આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે હારીને બહાર થઈ ગઈ હતી.

આ હાર બાદ બીસીસીઆઈએ ચેતન શર્માની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિને પહેલાથી જ હટાવી દીધી છે, જ્યારે હવે બીજી મોટી કાર્યવાહી કરતા બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયામાંથી એક દિગ્ગજ ખેલાડીને છોડી દીધો છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ T20 વર્લ્ડ કપ 2022 ની હાર બાદ મેન્ટલ કન્ડીશનીંગ કોચ પેડી અપટનને હટાવવાનું મન બનાવી લીધું છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, BCCI હવે દક્ષિણ આફ્રિકાના રહેવાસી પેડી અપટનનો કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવા જઈ રહ્યું નથી. તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપ 2022ની સાથે જ પેડી અપટનનો BCCI સાથેનો કોન્ટ્રાક્ટ સમાપ્ત થઈ ગયો છે.

53 વર્ષીય પેડી અપ્ટનને મુખ્ય કોચ રાહુલ દ્રવિડની સલાહ પર ટીમ ઈન્ડિયાના મેન્ટલ કન્ડીશનીંગ કોચ બનાવવામાં આવ્યા હતા. તે આ વર્ષે જુલાઈમાં ટીમ ઈન્ડિયા સાથે જોડાયો હતો. અગાઉ, પેડી અપટન તેમના 2008-11ના કાર્યકાળ દરમિયાન મેન્ટલ કન્ડિશનિંગ કોચ અને સ્ટ્રેટેજિક કોચની બેવડી ભૂમિકામાં ટીમ ઈન્ડિયા સાથે કામ કરી ચૂક્યા છે.

પેડી અપટને IPLમાં રાજસ્થાન રોયલ્સ માટે રાહુલ દ્રવિડ સાથે કામ કર્યું છે. પેડી અપટને પુણે વોરિયર્સ, રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી ડેરડેવિલ્સ સાથે મુખ્ય કોચ તરીકે કામ કર્યું છે, જ્યારે પાકિસ્તાન સુપર લીગમાં લાહોર કલંદર અને બિગ બેશ લીગમાં સિડની થન્ડરને પણ કોચિંગ આપ્યું છે. તેણે દક્ષિણ આફ્રિકાની ટીમ સાથે પરફોર્મન્સ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું છે.

Exit mobile version