આરોપનો જવાબ આપવા માટે ખેલાડીઓની પાસે 13 સપ્ટેમ્બરથી 14 દિવસનો સમય હશે..
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) એ સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) ના ક્રિકેટર આમિર હયાત અને અશફાક અહેમદ સામે ભ્રષ્ટાચાર વિરોધી કોડના ભંગ બદલ આરોપો લાગ્યા છે. આ બંનેને તાત્કાલિક અસરથી અસ્થાયી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ગયા વર્ષે ઓક્ટોબરમાં આઇસીસી મેન્સ ટી -20 વર્લ્ડ કપ ક્વોલિફાયર દરમિયાન અમીરાત ક્રિકેટ બોર્ડે (ઇસીબી) અશ્ફાકને સસ્પેન્ડ કરી દીધો હતો, પરંતુ ઓપચારિક આરોપો હજી નક્કી કરવામાં આવ્યા નથી. બંનેએ લાંચ લેતા અને મેચ ફિક્સ કારવનો પ્રયાસ કર્યો હતો.
38 વર્ષિય હયાત એક મધ્યમ ગતિનો બોલર છે, જેણે નવ વનડે અને ચાર ટી -20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જ્યારે 35 વર્ષીય અશફાકે 16 વનડે અને 12 ટી -20 આંતરરાષ્ટ્રીય મેચોમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે.
આઈસીસીએ તેની રજૂઆતમાં કહ્યું હતું કે, “આરોપનો જવાબ આપવા માટે ખેલાડીઓની પાસે 13 સપ્ટેમ્બરથી 14 દિવસનો સમય હશે.” આઇસીસી આ આરોપો અંગે હવે કોઈ ટિપ્પણી કરશે નહીં.
આમિર અને અશફાક ઉપર આઈસીસી એન્ટી કરપ્શન કોડની કલમ 2.1.3 હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે. આ સિવાય તેમની ઉપર આર્ટિકલ 2.4.2 થી આર્ટિકલ 2.4.5 સુધીના અન્ય ચાર આરોપો મૂકવામાં આવ્યા છે.