LATEST

માર્ક બાઉચરને રાહત, ક્રિકેટ આફ્રિકાએ ગેરવર્તણૂકના તમામ આરોપો પાછા ખેંચ્યા

ક્રિકેટ સાઉથ આફ્રિકાએ રાષ્ટ્રીય કોચ માર્ક બાઉચર સામેના જાતિવાદ સહિતના દુર્વ્યવહારના તમામ આરોપો પાછા ખેંચી લીધા છે. એક અઠવાડિયા પછી, બાઉચર શિસ્તબદ્ધ કાર્યવાહીમાં પોતાનો કેસ રજૂ કરવાના હતા.

પૂર્વ વિકેટ કીપર બેટ્સમેન બાઉચર પર જાતિવાદી વર્તનનો આરોપ લાગ્યો હતો, જેના કારણે તેને કોચના પદ પરથી પણ હટાવવામાં આવી શકે છે.

દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ક્રિકેટર પોલ એડમ્સે તેના પર ટીમ મીટિંગ દરમિયાન અને મેચો પછી જાતિવાદી અપમાનજનક ગીતો ગાવાનો આરોપ મૂક્યો હતો. CSAએ જણાવ્યું હતું કે એડમ્સ અને દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ સહાયક કોચ એનોક એન્કવેએ આગામી સપ્તાહની સુનાવણીમાં હાજર ન થવાનો નિર્ણય કર્યો હતો, ત્યારબાદ તમામ આરોપો પાયાવિહોણા હોવાનું જણાયું હતું.

બાઉચરે એક નિવેદનમાં કહ્યું, “મારી સામે લગાવવામાં આવેલા જાતિવાદના આરોપો ગેરવાજબી છે અને મને ખૂબ જ દુઃખ પહોંચાડ્યું છે.” તેણે કહ્યું, ‘છેલ્લા કેટલાક મહિના મારા અને મારા પરિવાર માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. હું ખુશ છું કે આ બધું સમાપ્ત થઈ રહ્યું છે અને CSA એ સ્વીકાર્યું છે કે મારી સામેના આરોપો પાયાવિહોણા છે.

તેણે કહ્યું, ‘હું સમજું છું કે મામલો હવે પૂરો થઈ ગયો છે અને આ મામલે વધુ કોઈ નિવેદન કરવા નથી માગતો. હું મારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું જે દક્ષિણ આફ્રિકાની ટીમને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો છે. બાઉચરને જાન્યુઆરીમાં CSA દ્વારા સાત પાનાની ચાર્જશીટ આપવામાં આવી હતી, જેમાં તેના પર જાતિવાદી વર્તન કરીને રમતની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો.

Exit mobile version