LATEST

36 વર્ષીય બાયડ રેન્કિને નિવૃત્તિ લીધી, આ 2 દેશો માટે ત્રણેય બંધારણો રમ્યો હતો

36 વર્ષના આ ખેલાડીએ ઇંગ્લેન્ડ માટે 2013-2014 એશિઝ ટેસ્ટ મેચ રમી હતી..

 

બોયડ રેન્કિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં બે દેશો ઇંગ્લેંડ અને આયર્લેન્ડનું પ્રતિનિધિત્વ કરનાર એકમાત્ર ખેલાડી છે. આ ઝડપી બોલરે 2003 માં આયર્લેન્ડમાં પ્રવેશ કર્યો હતો અને 2020 માં ગ્રેટર નોઈડામાં અફઘાનિસ્તાન સામે તેના દેશ માટે છેલ્લી ટી 20 મેચ રમ્યો હતો.

36 વર્ષના આ ખેલાડીએ ઇંગ્લેન્ડ માટે 2013-2014 એશિઝ ટેસ્ટ મેચ ઉપરાંત સાત વનડે અને બે ટી -20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. 2017માં આયર્લેન્ડને ટેસ્ટ સ્ટેટસ મળ્યા બાદ તે પોતાના દેશ પરત ફર્યો હતો. તેણે કુલ ત્રણ ટેસ્ટ, 75 વનડે અને 50 ટી -20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.

બાયડ રેન્કિને એક નિવેદન બહાર પાડતાં કહ્યું કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવી હંમેશા મુશ્કેલ હોય છે, પરંતુ મને લાગે છે કે આ પગલા માટે આ યોગ્ય સમય છે. વ્યવસાયિક ક્રિકેટ રમતી વખતે મેં 2003 થી રમતની દરેક ક્ષણોની મજા માણી છે”.

આ ઝડપી બોલરે કહ્યું કે, “મેં ક્યારેય સપનામાં નથી વિચાર્યું કે હું આયર્લેન્ડ માટે આટલું રમીશ.” ઘણા વર્લ્ડ કપમાં રમવા સાથે અને આઇરિશ જર્સી પહેરવાની સાથે દુનિયાની મુસાફરી એ કંઈક છે જે હું ક્યારેય ભૂલી નહીં શકું.”

Exit mobile version