LATEST

ભારતીય ટીમમાં સરફરાઝ ખાનની પસંદગીને લઈને બ્રાડ હોગનુ મોટું નિવેદન

સરફરાઝ ખાનનો ભારતીય સ્થાનિક ક્રિકેટમાં પ્રભાવશાળી રેકોર્ડ છે. તેના સતત પ્રદર્શન છતાં સરફરાઝને રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મળ્યું નથી. સરફરાઝ ખાનને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમમાં તક મળી નથી.

સરફરાઝ ખાન રેડ બોલ ફોર્મેટમાં સતત મોટો સ્કોર કરી રહ્યો છે પરંતુ પસંદગીકારો તેની પાસેથી વધુ અપેક્ષા રાખતા નથી. હવે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડી બ્રાડ હોગે આ અંગે પોતાનો પક્ષ રજૂ કર્યો છે. બ્રેડ હોગના મતે, ઉચ્ચ ગુણવત્તાના ફાસ્ટ બોલરોની સામે સરફરાઝ ખાનનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે અને તેથી જ તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તક મળી રહી નથી.

જોકે, બ્રેડ હોગનું માનવું છે કે સરફરાઝ ખાન ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝનમાં સારી બેટિંગ કરશે અને તે પછી રાષ્ટ્રીય ટીમમાં જગ્યા બનાવશે.

બ્રાડ હોગે પોતાની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર કહ્યું, ‘રણજી ટ્રોફીમાં સરફરાઝ ખાનનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે. પરંતુ તેને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટુર માટે ટીમમાં કેમ સામેલ કરવામાં આવ્યો નથી? હું જાણું છું કે ભારતીય ટેસ્ટ લાઇનઅપમાં સરફરાઝ ખાનની પસંદગી કેમ કરવામાં આવી રહી નથી.
બ્રાડ હોગે આગળ કહ્યું, ‘પ્રથમ વાત બ્રાડ હોગ તેની રાજ્ય ટીમ માટે 5 કે 6 નંબર પર બેટિંગ કરે છે. એટલું જ નહીં, જો તમે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં તેના રેકોર્ડ પર નજર નાખો તો સારા બોલિંગ લાઇન-અપ્સ સામે તેનું પ્રદર્શન ઘણું નબળું રહ્યું છે અને તેથી જ ભારતીય પસંદગીકારો સરફરાઝને લઈને થોડા કૂલ છે. જો સરફરાઝ આગામી સિઝનમાં સારૂ પ્રદર્શન કરશે તો કદાચ તે ટેસ્ટ લેવલ પર લાંબા સમય સુધી ભારત માટે રમતા જોવા મળી શકે છે.

Exit mobile version