LATEST

CEAT: રોહિત શર્માને મળ્યો ‘ક્રિકેટર ઓફ ધ યર’ તો વિરાટને આપ્યો આ એવાર્ડ

Pic- mykhel

CEAT ક્રિકેટ એવોર્ડમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓનો દબદબો રહ્યો છે. કેપ્ટન રોહિત શર્માએ ‘મેન્સ ઈન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર’નો ખિતાબ જીત્યો છે આ સિવાય વિરાટ કોહલીથી લઈને મોહમ્મદ શમી સુધી બધાએ આ એવોર્ડ જીત્યો છે.

એટલું જ નહીં ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ રાહુલ દ્રવિડને તેમના યોગદાન માટે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કિંગ કોહલીને ‘મેન્સ ઓડીઆઈ બેટ્સમેન ઓફ ધ યર’ જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે ODI વર્લ્ડ કપ 2024માં સૌથી વધુ વિકેટ લેનાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને ‘ODI બોલર ઓફ ધ યર’નો ખિતાબ મળ્યો છે. જયસ્વાલને ટેસ્ટ ક્રિકેટમાં તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે પુરસ્કાર આપવામાં આવ્યો છે, તેને ‘મેન્સ ટેસ્ટ બેટર ઓફ ધ યર’ પસંદ કરવામાં આવ્યો હતો. અનુભવી સ્પિનર ​​આર અશ્વિનને ટેસ્ટ ક્રિકેટમાં તેની શાર્પ બોલિંગ માટે ‘મેન્સ ટેસ્ટ બોલર ઑફ ધ યર’નો એવોર્ડ મળ્યો હતો, જેણે સ્થાનિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

Exit mobile version