LATEST

અધ્યક્ષ રમીઝ રાજાએ પોતાની ઓલ ટાઈમ ઈલેવનમાં આ 3 ભારતીય ખેલાડીઓને સ્થાન આપ્યું

રમીઝ રાજા ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર છે, જે PCBના અધ્યક્ષ પણ બની ચૂક્યા છે. તેણે પાકિસ્તાન માટે 57 ટેસ્ટ અને 198 વનડે રમી હતી. તાજેતરમાં, રમીઝ રાજાએ ઇંગ્લેન્ડની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર તેની મનપસંદ ઓલટાઇમ XI પસંદ કરી.

તેણે પોતાની ટીમમાં ત્રણ ભારતીય ક્રિકેટરોનો પણ સમાવેશ કર્યો હતો અને પાકિસ્તાનના એક ખેલાડીને પણ તેની ટીમમાં સામેલ કર્યો હતો.

રમીઝ રાજાએ ઓપનર બેટ્સમેન તરીકે બે ભારતીય બેટ્સમેનોને પોતાની ટીમમાં સામેલ કર્યા હતા. તેણે વિરેન્દ્ર સેહવાગની સાથે સુનીલ ગાવસ્કરને ઓપનર તરીકે રાખ્યા હતા. બંનેની બેટિંગ સ્ટાઈલ સાવ અલગ છે. નંબર 3 પર, તેણે વિવ રિચર્ડ્સને તેની ટીમમાં સ્થાન આપ્યું.

રમીઝ રાજાએ ઈમરાન ખાનને પોતાની ટીમમાં જગ્યા આપી અને તેને પોતાની ટીમનો કેપ્ટન પણ બનાવ્યો. તેણે એડમ ગિલક્રિસ્ટનો વિકેટ કીપર બેટ્સમેન તરીકે પોતાની ટીમમાં સમાવેશ કર્યો હતો. જો કે તેની પ્લેઈંગ ઈલેવનમાં ઓલરાઉન્ડરનો અભાવ હતો.

રમીઝ રાજા દ્વારા ઓલ ટાઈમ પ્લેઈંગ ઈલેવન:

વિરેન્દ્ર સેહવાગ (ભારત), સુનિલ ગાવસ્કર (ભારત), વિવ રિચર્ડ્સ (વેસ્ટ ઈન્ડિઝ), સચિન તેંડુલકર (ભારત), બ્રાયન લારા (વેસ્ટ ઈન્ડિઝ), ગેરી સોબર્સ (વેસ્ટ ઈન્ડિઝ), એડમ ગિલક્રિસ્ટ (ઓસ્ટ્રેલિયા), ઈમરાન ખાન, શેન વોર્ન (Aus), માલ્કમ માર્શલ (વેસ્ટ ઈન્ડિઝ), ગ્લેન મેકગ્રા (ઓસ્ટ્રેલિયા).

Exit mobile version