ભારતીય ક્રિકેટર ઋષભ પંત શુક્રવારે સવારે ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લાના રૂરકીમાં દિલ્હી-દેહરાદૂન હાઇવે પર માર્ગ અકસ્માતનો ભોગ બન્યો હતો. કાર ડિવાઈડર સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો.
જે બાદ કારમાં આગ લાગી હતી અને પંતે પોતે કારની વિન્ડ સ્ક્રીન તોડીને પોતાનો જીવ બચાવ્યો હતો. હાલમાં તેની દહેરાદૂનની મેક્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર ઋષભના કપાળ અને પગમાં ઈજા થઈ છે. તેના પર ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ હવે એક મોટી જાહેરાત કરી છે અને કહ્યું છે કે રાજ્ય સરકાર તેમનો સંપૂર્ણ મેડિકલ ખર્ચ ઉઠાવશે.
ઝડપી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવતા મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ અધિકારીઓ પાસેથી માહિતી લીધા બાદ ક્રિકેટર ઋષભ પંતની યોગ્ય સારવાર માટે શક્ય તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચના આપી છે. પંત ઝડપથી સાજા થાય તેવી શુભેચ્છા પાઠવતા તેમણે કહ્યું કે તેમની સારવારનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. એર એમ્બ્યુલન્સની જરૂર પડશે તો તેની પણ વ્યવસ્થા કરવામાં આવશે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઋષભ પંત દિલ્હીથી મર્સિડીઝ કારમાં ઉત્તરાખંડના રૂરકી સ્થિત પોતાના ઘરે આવી રહ્યો હતો. આજે સવારે લગભગ 5.30 વાગ્યે કોતવાલી મેંગ્લોર વિસ્તારના મોહમ્મદપુર જાટ પાસે તેની કાર અનિયંત્રિત થઈને ડિવાઈડર સાથે અથડાઈ હતી. ડિવાઈડર સાથે અથડાયા બાદ કારમાં આગ લાગી હતી. માહિતી મળતાં જ 108 વધુ હરિદ્વાર પોલીસ ઘટનાસ્થળે ઘાયલોને રૂડકીની સક્ષમ હોસ્પિટલમાં લઈ ગઈ.
Uttarakhand CM Pushkar Singh Dhami spoke to Cricketer Rishabh Pant's mother. CM Dhami assured her of providing the best treatment to Rishabh Pant. pic.twitter.com/DzGE3OKbEp
— ANI UP/Uttarakhand (@ANINewsUP) December 30, 2022