LATEST

હાથરસમાં ગેંગરેપમાં અપરાધીઓને સજા થવી જોઈએ: વિરાટ કોહલી

આ ઘટના બાદ પીડિતાને જેએન મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી..

 

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ મંગળવારે હાથરસમાં થયેલા ગેંગરેપને ‘ક્રૂરતાની હદ’ ગણાવી હતી અને આશા વ્યક્ત કરી છે કે પીડિતાને ન્યાય આપવામાં આવશે. હાથરસમાં સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી 19 વર્ષિય દલિત યુવતીનું મંગળવારે સવારે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં નિધન થયું હતું.

14 સપ્ટેમ્બરના રોજ હાથરસ જિલ્લાના ચંદપા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 19 વર્ષિય દલિત બાળકી પર ગેંગરેપ થયો હતો. પોલીસે આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

કોહલીએ યુએઈમાં આઈપીએલ રમતા ટ્વિટ કર્યું હતું કે, હાથરસમાં જે બન્યું તે અમાનવીય અને ક્રૂરતાની બહારનું છે. આશા છે કે, આ ભયંકર ગુનાના ગુનેગારોને સજા મળશે.”

પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના બાદ પીડિતાને જેએન મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, તેની હાલત ગંભીર હોવાથી તેને સોમવારે (28 સપ્ટેમ્બર) ના રોજ દિલ્હી મોકલવામાં આવી હતી.

Exit mobile version