પાકિસ્તાનની ટીમને વર્લ્ડ કપની ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે પાંચ વિકેટે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ટૂર્નામેન્ટના સુપર-12 તબક્કામાં પાકિસ્તાનની ટીમનું પ્રદર્શન સાધારણ રહ્યું હતું, પરંતુ તેમ છતાં પાકિસ્તાનની ટીમને સેમિફાઇનલ રમવાની કરિશ્માપૂર્ણ તક મળી હતી.
સુપર-12 તબક્કામાં પાકિસ્તાનને ભારત અને ઝિમ્બાબ્વેની ટીમ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાન ટીમના કેપ્ટન બાબર આઝમનું ટૂર્નામેન્ટમાં પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું, જે બાદ તેની બેટિંગ સિવાય તેની કેપ્ટનશિપ પર પણ સવાલો ઉઠી રહ્યા છે. હવે આ સંબંધમાં પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ કહ્યું છે કે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે વિરાટ કોહલી પાસેથી નિઃસ્વાર્થતા શીખવી જોઈએ અને બેટિંગ ક્રમમાં પોતાનું સ્થાન બદલવું જોઈએ.
કનેરિયાએ મંગળવારે તેની યુટ્યુબ ચેનલ પર જાહેર કરેલા એક વીડિયોમાં કહ્યું, “બાબર આઝમ ઓપનિંગને લઈને જીદ્દી છે. જ્યારે તે કરાચી કિંગ્સમાં હતો ત્યારે પણ આવું જ થયું હતું. તે તેના પર અડગ છે કારણ કે તે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરી શકતો નથી. તેની અડચણ અને ઇનિંગ્સની ધીમી શરૂઆત પાકિસ્તાન ક્રિકેટને નુકસાન પહોંચાડી રહી છે.
કનેરિયાએ કહ્યું, “જ્યારે નિઃસ્વાર્થ રહેવાની વાત આવે છે, ત્યારે વિરાટ કોહલી જેવું કોઈ નથી. (ભારતીય) ટીમ તેની કેપ્ટનશીપ હેઠળ વર્લ્ડ કપ હારી ગઈ હતી અને તેના માટે તેને નિશાન બનાવવામાં આવ્યો હતો. ઘણા લોકોએ ટીમમાં તેના સ્થાન પર સવાલ ઉઠાવ્યા પરંતુ તેણે હાર ન માની. તેણે નવા કેપ્ટનને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું અને જ્યાં તેને પૂછવામાં આવ્યું હતું ત્યાં બેટિંગ કરી હતી.ઉલ્લેખનીય છે કે ભારત માટે ત્રીજા નંબરે બેટિંગ કરનાર કોહલીએ T20 વર્લ્ડ કપની છ મેચમાં 136ના સ્ટ્રાઈક રેટ સાથે 296 રન બનાવ્યા હતા, જેમાં ચાર અર્ધસદીનો સમાવેશ થાય છે.