શ્રેણીની બીજી વનડે મેચ આજે દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં મુલાકાતી ટીમ ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરીને 392 રનનો પહાડ જેવો સ્કોર બનાવ્યો હતો, જેમાં ઓપનર ડેવિડ વોર્નર અને માર્નસ લાબુશેનનું મહત્વનું યોગદાન હતું.
બંને બેટ્સમેનોએ શાનદાર સદી ફટકારીને પોતાની ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડી હતી. ડેવિડ વોર્નરે પોતાની સદીની ઇનિંગ્સ દરમિયાન એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. વોર્નરે ઓપનિંગ બેટ્સમેન તરીકે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે અને સચિન તેંડુલકરના 45 સદીના રેકોર્ડને પાછળ છોડી દીધો છે.

તમને જણાવી દઈએ કે વર્તમાન ક્રિકેટમાં ડેવિડ વોર્નર પછી સૌથી વધુ સદી રોહિત શર્માના નામે છે, જેણે ઓપનિંગ બેટ્સમેન તરીકે અત્યાર સુધી 39 સદી ફટકારી છે. દક્ષિણ આફ્રિકા સામેની બીજી વનડેમાં ડેવિડ વોર્નરે 93 બોલમાં 106 રનની જબરદસ્ત ઇનિંગ રમી હતી, જેમાં 12 ચોગ્ગા અને 3 છગ્ગા સામેલ હતા. તેના સિવાય માર્નસ લાબુશેને પણ આ મેચમાં 125 રનની શાનદાર ઇનિંગ રમી હતી જેમાં 19 ફોર અને 1 સિક્સ સામેલ હતી.