LATEST

ડેવિડ વર્નરની ચેતાવણી કહ્યું, વિરાટ કોહલીને ઉશ્કેરતા નહીં, નહીં તો પરિણામ ભારે પડશે

આ વર્ષના અંતે ભારતીય સામે રમાનારી 4 ટેસ્ટ શ્રેણી અને મર્યાદિત ઓવરની મેચ માટે તૈયાર છે….

ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વર્નરને હંમેશાં શબ્દો સાથે પ્રદર્શન સહિતની સ્પર્ધા કરવાનું પસંદ કરે છે. વોર્નર વિરોધી પર હુમલો કરવાનું પસંદ કરે છે અને જ્યારે તે બીજી બાજુથી પણ થાય છે ત્યારે તે વધુ મનોરંજક બને છે.

તેના કહેવા પ્રમાણે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને તે સમાન છે અને તેને લાગે છે કે કોહલી સામે ન જવું વધુ સારું છે કારણ કે વિરોધી ટીમ માટે તે ખૂબ મોંઘુ પડી શકે છે.

વોર્નરે ઈન્ડિયા ટુડેને કહ્યું હતું કે હું અને વિરાટ એક સમાન છીએ. જો તમે વિરાટ પર થોડો હુમલો કરવાનો વિચાર કરો છો, તો તે તમને વધુ ભારે હુમલો કરશે. આવી સ્થિતિમાં તે બેટથી વધુ સારું પ્રદર્શન કરશે. મૈ આ ઘણી વખત જોયું છે.

વોર્નરે કહ્યું કે તમે આ રીતે કોઈને શબ્દોના માધ્યમથી ઉશ્કેરતા નહીં કારણ કે પરિણામ સારું નહીં હોઈ.  આપણે જોયું છે કે વિરાટે દબાણમાં કેટલું સારું પ્રદર્શન કર્યું છે. વર્ષ 2018-19માં ઓસ્ટ્રેલિયાની ધરતી પર તે પ્રથમ કેપ્ટન બન્યો હતો જેણે ટીમ ઈન્ડિયાને જીત તરફ દોરી હતી.

આ વાત ચિતમાં વોર્નરે સ્ટીવ સ્મિથ સાથેની તે શ્રેણીને પણ યાદ કરી હતી કારણ કે દક્ષિણ આફ્રિકામાં બોલ ટેમ્પરિંગ વિવાદમાં તેમની ભૂમિકા માટે બંનેને એક વર્ષ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. ત હવે આ બંને શખ્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાનદાર વાપસી કરી છે અને આ વર્ષના અંતે ભારતીય સામે રમાનારી 4 ટેસ્ટ શ્રેણી અને મર્યાદિત ઓવરની મેચ માટે તૈયાર છે.

Exit mobile version