LATEST

શ્રીલંકાને બેવડો ફટકો, કોચ ક્રિસ સિલ્વરવુડે અને જયવર્દને રાજીનામું આપ્યું

Pic- mykhel

T20 વર્લ્ડ કપમાં ટીમના ખરાબ પ્રદર્શન બાદ શ્રીલંકાના મુખ્ય કોચ ક્રિસ સિલ્વરવુડે ગુરુવારે પદ પરથી રાજીનામું આપી દીધું હતું. પૂર્વ કેપ્ટન મહેલા જયવર્દનેએ પણ કન્સલ્ટન્ટ કોચ પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

સિલ્વરવુડે એક નિવેદનમાં કહ્યું કે, “આંતરરાષ્ટ્રીય કોચ બનવાનો અર્થ લાંબા સમય સુધી પ્રિયજનોથી દૂર રહેવું. મારા પરિવાર સાથે ચર્ચા કર્યા પછી, હું ભારે હૃદયથી ઘરે પરત ફરવાનો અને મારા પરિવાર સાથે સમય પસાર કરવાનો નિર્ણય લઈ રહ્યો છું. મારા માટે ગર્વની વાત છે કે હું શ્રીલંકન ક્રિકેટનો હિસ્સો રહ્યો છું. અને હું અહીંથી સારી યાદો સાથે નીકળી રહ્યો છું.

સિલ્વરવુડે પોતાના નિવેદનમાં શ્રીલંકા ક્રિકેટનો તેમને મળેલી તક માટે આભાર માન્યો છે. અને તેણે એમ પણ કહ્યું છે કે તે ટીમ સાથે વિતાવેલા સમયની યાદોને લાંબા સમય સુધી યાદ રાખશે.

શ્રીલંકાની ટીમ T20 વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી, જે આઈસીસી ટૂર્નામેન્ટમાં તેનું સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું છે.

સિલ્વરવુડના કોચિંગ હેઠળ, શ્રીલંકાએ 2022માં T20 એશિયા કપનો ખિતાબ જીત્યો હતો અને 2021માં 50 ઓવરના T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું હતું, જ્યાં તે ફાઇનલમાં ભારત સામે હારી ગયું હતું. આ સાથે ટીમે દેશ અને વિદેશમાં ઘણી દ્વિપક્ષીય શ્રેણી જીતી હતી. જેમાં ઓસ્ટ્રેલિયા સામે 50 ઓવરના ફોર્મેટમાં જીતનો સમાવેશ થાય છે.

Exit mobile version