ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ T20 મેચ 68 રનના વિશાળ અંતરથી જીતી લીધી હતી. કેપ્ટન રોહિત શર્માએ આ મેચની પ્લેઈંગ ઈલેવનમાં રવિન્દ્ર જાડેજાને ઓલરાઉન્ડર તરીકે સામેલ કર્યો હતો. પરંતુ રવિન્દ્ર જાડેજાના વાપસી બાદ ટીમ ઈન્ડિયાના એક ખેલાડીને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર જવું પડ્યું હતું. જે બાદ સ્પષ્ટ છે કે આ ખેલાડી રવિન્દ્ર જાડેજાની વાપસીથી ખુશ નથી.
રવિન્દ્ર જાડેજાને ભારત વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ વન ડે સિરીઝમાં પડતો મૂકવો પડ્યો હતો. જે બાદ ઓલરાઉન્ડર અક્ષર પટેલને ટીમમાં જગ્યા મળી છે. અક્ષર પટેલે પણ પ્લેઈંગ ઈલેવનમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું અને બીજી મેચમાં પણ વિસ્ફોટક બેટિંગ કરીને મેચ જીતી લીધી હતી, જેના કારણે ટીમ ઈન્ડિયાએ ODI શ્રેણી 3-0થી જીતી લીધી હતી. પરંતુ રવિન્દ્ર જાડેજાની વાપસી બાદ અક્ષર પટેલને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર બેસવું પડ્યું હતું.
ભારત વિ વેસ્ટ ઈન્ડિઝની ODI શ્રેણીમાં, અક્ષર પટેલે બોલ અને બેટ બંને સાથે ઓલરાઉન્ડર તરીકે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચની વનડે શ્રેણીમાં તેને માત્ર બે મેચમાં જ બેટિંગ કરવાનો મોકો મળ્યો હતો.
અક્ષર પટેલે 85.00ની એવરેજથી 85 રન બનાવ્યા અને 5.50ની ઇકોનોમીમાં 2 વિકેટ પણ લીધી. આ સાથે અક્ષર પટેલે બીજી વનડેમાં 35 બોલમાં અણનમ 64 રનની ઇનિંગ રમીને મેચ જીતી લીધી અને આ મેચમાં 1 વિકેટ પણ લીધી. અક્ષર પટેલે આ મેચ એકલા હાથે જીતી હતી.
રવીન્દ્ર જાડેજા જમણા ઘૂંટણમાં ઈજાના કારણે ODI શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. હવે રવિન્દ્ર જાડેજા સ્વસ્થ થઈને પરત ફર્યો છે પરંતુ પ્રથમ T20 મેચમાં રવિન્દ્ર જાડેજાએ 13 બોલમાં 16 રન બનાવ્યા છે. ઉપરાંત, 4 ઓવર બોલિંગ કરી, 6.50ની ઇકોનોમી પર રન આપ્યા અને 1 વિકેટ લીધી.