LATEST

આ કારણે 496 વિકેટ લેનાર પાકિસ્તાની ક્રિકેટરનું 36 વર્ષની ઉંમરે થયું મોત

પાકિસ્તાની ક્રિકેટર શહજાદ આઝમ રાણાએ દુનિયાને અલવિદા કહી દીધું છે. કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમનું 36 વર્ષની વયે અવસાન થયું છે. શહઝાદ આઝમ રાણાના નિધનના સમાચારથી પાકિસ્તાન ક્રિકેટમાં શોકની લહેર છે.

શહઝાદ આઝમ રાણાએ પોતાની કારકિર્દીમાં કુલ 496 વિકેટ લીધી છે. આમ છતાં તેને ક્યારેય પાકિસ્તાન તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની તક મળી નથી. તે પાકિસ્તાન સુપર લીગમાં ઈસ્લામાબાદ તરફથી રમ્યો હતો. જો કે, તેણે 2018 થી કોઈ મેચ રમી નથી.

શહઝાદ આઝમ રાણા છેલ્લે 2020 માં પાકિસ્તાનના પ્રવાસ પર મેરીલેબોન ક્રિકેટ ક્લબની મેચ દરમિયાન ઉતર્યો હતો. નોર્ધન (પાકિસ્તાન) વિ મેરીલેબોન ક્રિકેટ ક્લબ વચ્ચે રમાયેલી મેચમાં, શહઝાદ આઝમ રાણાએ 4 ઓવરના ક્વોટામાં 30 રન આપીને વિકેટ લીધી હતી.

શહઝાદ આઝમ રાણાએ 95 ફર્સ્ટ ક્લાસ, 58 લિસ્ટ A અને 29 T20I રમી છે. તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 388, લિસ્ટ Aમાં 81 અને T20 ક્રિકેટમાં 27 વિકેટ ઝડપી છે.

Exit mobile version