દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની ODI અને T20I શ્રેણી માટે ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટેસ્ટ ટીમના સુકાની બેન સ્ટોક્સના વર્કલોડને ધ્યાનમાં રાખીને તેને ટી20 સિરીઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.
ભારત વિરૂદ્ધ વનડે શ્રેણીમાં રમી રહેલ સ્ટોક્સ 19 જુલાઈથી શરૂ થનારી વનડે શ્રેણીનો ભાગ બનશે. સ્ટોક્સને 27 જુલાઈથી શરૂ થનારી ટી20 સિરીઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.
ECBએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ઇંગ્લેન્ડની પુરૂષ ટેસ્ટ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સના વર્કલોડ અને ફિટનેસનું સંચાલન કરવા માટે, તે આગામી મહિને શરૂ થનારી વાઇટાલિટી T20 સિરીઝ અને ‘ધ હંડ્રેડ’ ટૂર્નામેન્ટને ચૂકી જશે.” ટીમમાં હજ કરીને ઘરે પરત ફરેલા આદિલ રાશિદની બંને ટીમમાં વાપસી થઈ છે. રાશિદ આ જ કારણસર ભારત સામેની સીમિત ઓવરોની શ્રેણીમાં રમ્યો ન હતો.
Our squad for our three-match ODI series with @OfficialCSA 🏏
🏴 #ENGvSA 🇿🇦 | @RL_Cricket
— England Cricket (@englandcricket) July 15, 2022
દક્ષિણ આફ્રિકા સામેની ODI અને T20I શ્રેણી માટે ઈંગ્લેન્ડની ટીમ:
ODI ટીમઃ જોસ બટલર (કેપ્ટન), મોઈન અલી, જોની બેરસ્ટો, બ્રાઈડન કાર્લસ, સેમ કુરાન, લિયામ લિવિંગસ્ટોન, ક્રેગ ઓવરટોન, મેથ્યુ પોટ્સ, આદિલ રશીદ, જો રૂટ, જેસન રોય, ફિલ સોલ્ટ, બેન સ્ટોક્સ, રીસ ટોપલી, ડેવિડ વિલી.
Our squad for our three-match IT20 series with @OfficialCSA 🏏
🏴 #ENGvSA 🇿🇦 | @Vitality_UK
— England Cricket (@englandcricket) July 15, 2022
T20 ટીમઃ જોસ બટલર (કેપ્ટન), મોઈન અલી, જોની બેરસ્ટો, હેરી બ્રુક, સેમ કુરાન, રિચર્ડ ગ્લેસન, ક્રિસ જોર્ડન, લિયામ લિવિંગસ્ટોન, ડેવિડ મલાન, આદિલ રાશિદ, જેસન રોય, ફિલ સોલ્ટ, રીસ ટોપલી, ડેવિડ વિલી.