LATEST

ફાફ ડુ પ્લેસિસ: ભારત માટે જાડેજા બુલેટ જેવો છે, એની સામે રમવાનું મુશ્કેલ છે

જાડેજા સામે રમવાનું મુશ્કેલ છે, તે મેદાનનો સૌથી ખતરનાક ફિલ્ડર છે…

ચેન્નઈ સુપર કિંગ્સના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ જે રીતે છેલ્લી ઓવરમાં તોફાની ઈનિંગ રમી હતી અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની ઓવરમાં 37 રન બનાવ્યા હતા, તેની ચારે તરફથી પ્રશંસા થઈ રહી છે. તેની પોતાની ટીમના ઓપનર ફાફ ડુ પ્લેસિસ કહે છે કે તે માત્ર તુક્કો ન હતો. ફાફે કહ્યું કે રવિન્દ્ર જાડેજાની બેટિંગ છેલ્લા કેટલાક વર્ષોમાં ચોક્કસપણે સુધરી છે અને તે જે ફોર્મમાં છે તે ટીમ માટે ખૂબ સારું છે.

ડુ પ્લેસિસે કહ્યું કે, રવિન્દ્ર જાડેજા પ્રેક્ટિસ સેશન દરમિયાન સિક્સર માટે ઘણી તાલીમ લઈ રહ્યો છે. રવિન્દ્ર જાડેજાએ ક્રિસ ગેલના અંતિમ ઓવરમાં 36 રન બનાવ્યાના રેકોર્ડની બરાબરી કરી અને આઈપીએલમાં એક ઓવરમાં 36 રન બનાવનારો બીજો ખેલાડી બન્યો. જાડેજાએ હર્ષલ પટેલની ઓવરમાં 5 સિક્સર ફટકારી હતી અને એક ચોગ્ગા ફટકાર્યો હતો. ચેન્નાઇએ છેલ્લી ઓવરમાં 37 રન બનાવ્યા અને ટીમનો સ્કોર 154 થી વધારીને 191 કર્યો.

ડુ પ્લેસિસે કહ્યું, “મને હંમેશાં લાગે છે કે જાડેજા સામે રમવાનું મુશ્કેલ છે, તે મેદાનનો સૌથી ખતરનાક ફિલ્ડર છે.” તેથી જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ ભારત સામે રમે છે ત્યારે આપણે હંમેશા જાડેજા વિશે વાત કરીએ છીએ કે આપણે તેની સામે સાવધ રહેવું પડશે, બાઉન્ડ્રી પર ઉભેલા જાડેજા સામે બે રન લેવાનું પડકારજનક છે કારણ કે તેના હાથ હાથ માથી બોલ બુલેટની રફતારે નિકડે છે.

Exit mobile version