પાકિસ્તાનની ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આફ્રિદી પોલીસની વર્દીમાં જોવા મળી રહ્યો છે. આ સાથે સોશિયલ મીડિયામાં ઘણી તસવીરો પણ વાયરલ થઈ રહી છે, જેમાં આફ્રિદી પોલીસ વર્દીમાં જોવા મળી રહ્યો છે.
આફ્રિદીને ખૈબર પખ્તુનખ્વા પોલીસ દ્વારા સન્માનના ચિહ્ન તરીકે પોલીસ યુનિફોર્મ આપવામાં આવ્યો છે અને પોલીસની છબી સુધારવા માટે તેને એમ્બેસેડર પણ બનાવવામાં આવ્યો છે. પોલીસને આશા છે કે આમ કરવાથી લોકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધશે અને તેઓ સરળતાથી પોલીસની મદદ લઈ શકશે.
વાયરલ થઈ રહેલા આફ્રિદીના વીડિયોમાં આઈજી મોઝ્ઝમ જાહ અંસારી શાહીન આફ્રિદીના યુનિફોર્મ પર બેજ લગાવતા જોવા મળે છે. આ યુનિફોર્મ મળ્યા બાદ આફ્રિદીએ કહ્યું કે પોલીસનો એમ્બેસેડર બનવું તેના માટે ગર્વની વાત છે. તેના પિતા પણ પોલીસમાં હતા અને તેનો ભાઈ હજુ પોલીસમાં નોકરી કરે છે.
ફઝલ મહમૂદ પાકિસ્તાનનો પહેલો એવો ફાસ્ટ બોલર હતો જેણે વિશ્વ ક્રિકેટમાં પોતાનું નામ બનાવ્યું. તેઓ ડીએસપીના પદ પર તૈનાત હતા. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ તેમણે ડીઆઈજી તરીકે ફરજ બજાવી હતી. હવે શાહીન આફ્રિદીને પોલીસ વર્દી આપવામાં આવી છે.
હાલમાં શાહીન આફ્રિદી પાકિસ્તાનનો સર્વશ્રેષ્ઠ ફાસ્ટ બોલર છે અને તે આખી દુનિયામાં પોતાની ક્ષમતા સાબિત કરી રહ્યો છે. તેણે ભારત સામે T20 વર્લ્ડ કપ મેચમાં પણ શાનદાર બોલિંગ કરી હતી. આફ્રિદીએ ભારતના મહત્વના બેટ્સમેનોને આઉટ કરીને પાકિસ્તાનની જીતમાં મોટો ફાળો આપ્યો હતો. આ પહેલો પ્રસંગ હતો જ્યારે પાકિસ્તાને વર્લ્ડ કપની મેચમાં ભારતને હરાવ્યું હોય.
ائی جی پولیس نے @iShaheenAfridi کو اعزاری ڈی ایس پی رینک لگادیا @PeshawarCCPO @KP_Police1 @TheRealPCBMedia pic.twitter.com/Y0rrjB5eVJ
— Fayaz Ahmad (@fayazahmed90) July 4, 2022
View this post on Instagram