LATEST

ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પ્રથમ વખત કોમેન્ટ્રી ભોજપુરી સહિત 11 ભાષાઓમાં થશે

pic- outlook

હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચોની કોમેન્ટ્રી ભોજપુરી, પંજાબી, તમિલ, તેલુગુ અને કન્નડ જેવી 11 પ્રાદેશિક ભાષાઓમાં થશે. આ પહેલીવાર બનશે જ્યારે હિન્દી-અંગ્રેજી સિવાય પ્રાદેશિક ભાષાઓમાં આંતરરાષ્ટ્રીય મેચોની કોમેન્ટ્રી કરવામાં આવશે.

JIOએ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસની મેચો માટે પ્રાદેશિક ભાષાઓમાં કોમેન્ટ્રી આપવાનું મન બનાવી લીધું છે. તેણે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ફેન કોડ સાથે જોડાણ કર્યું છે. ફેન કોડ OTT પ્લેટફોર્મ પર લાઇવ સ્ટ્રીમિંગના અધિકારો ધરાવે છે. JIO અધિકારીએ જણાવ્યું, “અમે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે પ્રાદેશિક ભાષાઓમાં કોમેન્ટ્રીની પેનલ બનાવી રહ્યા છીએ. વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ 12 જુલાઈથી શરૂ થઈ રહ્યો છે. ત્યાં ટીમ ઈન્ડિયા 2 ટેસ્ટ, 3 ODI અને 5 T20 મેચ રમશે.”

આંતરરાષ્ટ્રીય મેચોની પ્રાદેશિક ભાષાઓમાં કોમેન્ટ્રી 27 જુલાઈથી શરૂ થશે. વનડે શ્રેણીની પ્રથમ મેચ 27 જુલાઈ, બીજી 29 જુલાઈ અને ત્રીજી 1 ઓગસ્ટે રમાશે. પ્રથમ બે મેચ કેન્સિંગ્ટન ઓવલ, બાર્બાડોસ ખાતે રમાશે, જ્યારે છેલ્લી મેચ ત્રિનિદાદની બ્રાયન લારા એકેડમીમાં રમાશે.

IPL મેચો દરમિયાન ફેન્સને ભોજપુરી કોમેન્ટ્રી ખૂબ જ પસંદ આવી છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને બિહારના ચાહકોએ ભોજપુરી કોમેન્ટ્રીમાં રસ દાખવ્યો. IPLની ભોજપુરી કોમેન્ટ્રી પેનલમાં રવિ કિશન સહિત 10 નામ સામેલ હતા.

Exit mobile version