ઓખલામાં ફોર્ટિસ એસ્કોર્ટ્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ઇમરજન્સી વિભાગમાં લઈ જવામાં આવ્યા હતા…
ભારતનો પહેલો વર્લ્ડ કપ વિજેતા ક્રિકેટ કેપ્ટન કપિલ દેવને હાર્ટ એટેક આવ્યા બાદ શુક્રવારે એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. આગામી બે દિવસમાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે તેવી સંભાવના છે. આ મહાન ક્રિકેટરે સોશિયલ મીડિયા પર આપેલા એક નિવેદનમાં લખ્યું છે કે, “તે સ્વસ્થ થવાની તૈયારીમાં છે.” દિલ્હીના સુંદર નગરમાં રહેતા કપિલ (61 વર્ષ) ને છાતીમાં દુખાવો થયાની ફરિયાદ બાદ ગુરુવારે ઓખલામાં ફોર્ટિસ એસ્કોર્ટ્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ઇમરજન્સી વિભાગમાં લઈ જવામાં આવ્યા હતા.
હોસ્પિટલે તેના પ્રારંભિક નિવેદનમાં ફક્ત છાતીમાં દુખાવો હોવાનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ તે પછી તાજેતરના આરોગ્યના બુલેટિનમાં કહ્યું હતું કે, “કપિલ દેવને હાર્ટ એટેક આવ્યો હતો. તેની તપાસ કરવામાં આવી હતી અને રાત્રે ઇમરજન્સી કોરોનરી એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. આ મુજબ, તે હાલમાં ડો.અતુલ માથુર અને તેની ટીમની દેખરેખ હેઠળ આઇસીયુમાં છે. તેની હાલત સ્થિર છે. બે દિવસમાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે તેવી સંભાવના છે.
એન્જીયોપ્લાસ્ટી હૃદયમાં સામાન્ય રક્ત પરિભ્રમણને મંજૂરી આપવા માટે ‘અવરોધિત’ ધમનીઓ ખોલવાની પ્રક્રિયા છે.
— Kapil Dev (@therealkapildev) October 23, 2020

