LATEST

25,000થી વધુ રન બનાવનાર ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન ટેડ ડેક્સ્ટરનું થયું અવસાન

ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન અને ટેડ ડેક્સ્ટરનું બુધવારે (25 ઓગસ્ટ) 86 વર્ષની વયે અવસાન થયું. મેરીલેબોન ક્રિકેટ ક્લબ (એમસીસી) એ કહ્યું કે તે થોડા સમયથી બીમાર હતા. ડેક્સ્ટરે 1958 થી 1968 દરમિયાન ઇંગ્લેન્ડ માટે 62 ટેસ્ટ મેચ રમી હતી. આ દરમિયાન તેણે 30 ટેસ્ટમાં ઈંગ્લેન્ડની કેપ્ટનશીપ પણ કરી હતી.

ઇંગ્લેન્ડના મહાન બેટ્સમેનોમાંના એક ડેક્સ્ટરે પોતાની કારકિર્દીમાં 47.89ની સરેરાશથી 4502 રન બનાવ્યા, જેમાં 9 સદી અને 27 અડધી સદી સામેલ છે. આ સિવાય તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 21150 રન બનાવ્યા હતા, જેમાં 51 સદી અને 108 અડધી સદી ફટકારી હતી. આ સિવાય તેણે બોલિંગમાં 66 વિકેટ લીધી હતી.

ડેક્સ્ટરે ક્રિકેટમાં ડિજિટલ ટેકનોલોજીની ક્રાંતિ લાવી. 80ના દાયકામાં ટેસ્ટ ખેલાડીઓને ક્રમાંકિત કરવા માટે ઉપયોગમાં લેવાતા ડેલોઇટ રેન્કિંગ તૈયાર કરવામાં તેમનો મહત્વનો ફાળો હતો.

જણાવી દઈએ કે ભારત વિરુદ્ધ લીડ્સમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડના ખેલાડીઓ ડેક્સ્ટરને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમની બાજુમાં ખાલી પાટો બાંધીને મેદાનમાં ઉતરિયા છે. 

Exit mobile version