
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પ્રમુખ સૌરવ ગાંગુલીએ વિરાટ કોહલીને ODI કેપ્ટન પદ પરથી હટાવવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે બોર્ડે વિરાટ કોહલીને ટી20 ઈન્ટરનેશનલની કેપ્ટનશીપ ન છોડવા વિનંતી કરી હતી.
આ પછી પસંદગીકારોને લાગ્યું કે સફેદ બોલ માટે અલગ-અલગ કેપ્ટન યોગ્ય નહીં હોય. આથી આ નિર્ણય લેવાયો છે. બુધવારે, BCCIએ ટીમ ઈન્ડિયાના નવા ODI કેપ્ટન તરીકે રોહિત શર્માની નિમણૂકની જાહેરાત કરી.
સૌરવ ગાંગુલીએ ન્યૂઝ એજન્સી ANIને કહ્યું, ખરેખર, BCCIએ વિરાટને ટી-20 ઈન્ટરનેશનલના કેપ્ટન પદ ન છોડવા માટે વિનંતી કરી હતી, પરંતુ દેખીતી રીતે તે સહમત ન હતો. ત્યારે પસંદગીકારોએ સફેદ બોલના બે ફોર્મેટ માટે બે અલગ-અલગ કેપ્ટન રાખવાનું યોગ્ય ન માન્યું. તેથી એવું નક્કી કરવામાં આવ્યું હતું કે વિરાટ ટેસ્ટ કેપ્ટન તરીકે ચાલુ રહેશે અને રોહિત વ્હાઇટ-બોલ કેપ્ટન તરીકે જવાબદારી સંભાળશે. મેં અધ્યક્ષ તરીકે વિરાટ કોહલી સાથે વ્યક્તિગત રીતે વાત કરી હતી. આ સિવાય પસંદગીકારોના અધ્યક્ષે પણ તેમની સાથે વાત કરી હતી.
ગાંગુલીએ ટી-20 ઈન્ટરનેશનલ અને ODIમાં કેપ્ટન તરીકેના યોગદાન બદલ કોહલીનો આભાર માન્યો હતો. તે જ સમયે, તેણે રોહિતને નવો કેપ્ટન બનવા પર સમર્થન આપ્યું. તેણે કહ્યું કે તેને રોહિત શર્માની નેતૃત્વ ક્ષમતા પર પૂરો વિશ્વાસ છે અને વિરાટ ટેસ્ટમાં કેપ્ટન તરીકે ચાલુ રહેશે. બીસીસીઆઈને પૂરો વિશ્વાસ છે કે ભારતીય ક્રિકેટ વધુ સારા હાથમાં છે. સફેદ બોલના ફોર્મેટમાં કેપ્ટન તરીકેના યોગદાન માટે અમે વિરાટ કોહલીનો આભાર માનીએ છીએ.
