LATEST

ખરાબ ફોર્મથી ઝઝૂમી રહેલા કોહલી વિશે ગાંગુલીએ આપ્યું મોટું નિવેદન, કહ્યું..

BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને લઈને મોટું નિવેદન આપ્યું છે. ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલા ભારતના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી વિશે સૌરવ ગાંગલીએ કહ્યું, “આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના (વિરાટ કોહલી) આંકડાઓ જુઓ, આવા આંકડાઓ ક્ષમતા અને ગુણવત્તા વગરના નથી.

હા, તે અત્યારે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે, તે જાણે છે કે તે પોતે એક મહાન ખેલાડી રહ્યો છે. સૌરવ ગાંગલીએ વધુમાં કહ્યું, ‘વિરાટ કોહલી જાણે છે કે તેનું તાજેતરનું પ્રદર્શન તેના પોતાના રેકોર્ડ જેટલું સારું રહ્યું નથી અને હું વિરાટ કોહલીને વાપસી કરીને સારો દેખાવ કરતો જોઉં છું.’

બીસીસીઆઈ પ્રમુખે વધુમાં કહ્યું કે, “તેણે એવો રસ્તો શોધવો પડશે જે તેને સફળ બનાવી શકે જે રીતે તે છેલ્લા 12-13 વર્ષથી કરી રહ્યો છે અથવા કદાચ તેનાથી પણ વધુ અને માત્ર વિરાટ કોહલી જ તે કરી શકે છે.” સૌરવ ગાંગલીએ આગળ કહ્યું, ‘આ બધી વસ્તુઓ રમતમાં થશે. સચિન, રાહુલ અને મારી સાથે દરેક સાથે આવું બન્યું છે. ભવિષ્યના ખેલાડીઓ સાથે પણ આવું થવાનું છે. તે રમતનો એક ભાગ છે અને એક ખેલાડી તરીકે તમારે ફક્ત તમારી રમત રમવાની જરૂર છે.

Exit mobile version