એશિયા કપ 2023 માટે 17 સભ્યોની ભારતીય ટીમની સોમવારે જાહેરાત કરવામાં આવી હતી, જેમાં શ્રેયસ અય્યર અને કેએલ રાહુલ જેવા મોટા ખેલાડીઓની વાપસી થઈ છે. આ સિવાય બુમરાહ પણ લાંબા સમય બાદ ODI ફોર્મેટમાં રમતા જોવા મળશે.
આ સાથે શાર્દુલ ઠાકુરને પણ ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર તરીકે ટીમમાં જગ્યા મળી છે, જેણે તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાં સારું પ્રદર્શન કર્યું હતું.
જોકે, પૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીર એશિયા કપ 2023 માટે પસંદ કરાયેલી ભારતીય ટીમથી સંતુષ્ટ નથી. તેનું કહેવું છે કે હાર્દિક પંડ્યાના બેકઅપ તરીકે શાર્દુલ ઠાકુરને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય યોગ્ય નથી.
ગૌતમ ગંભીરના મતે જો હાર્દિક પંડ્યાનો કોઈ બેકઅપ ટીમમાં પસંદ થવો જોઈએ તો તે શિવમ દુબે છે. ગંભીરે સ્ટાર્ટ સ્પોર્ટ્સ સાથે વાત કરતા કહ્યું કે એશિયા કપ 2023ની ટીમમાં શિવમની પસંદગી થવી જોઈતી હતી કારણ કે શાર્દુલ ઠાકુર હાર્દિક પંડ્યાના સ્થાને ભૂમિકા ભજવી શકે તેમ નથી.
ગંભીરે કહ્યું, “સિલેક્ટર્સે એક નામ પર વિચાર કરવો જોઈએ તે છે શિવમ દુબે. કારણ કે તે જબરદસ્ત ફોર્મમાં છે. તમારે હાર્દિક પંડ્યાના બેકઅપની જરૂર છે. શાર્દુલ ઠાકુર તે બેકઅપ હોઈ શકે નહીં. શાર્દુલ ઠાકુર ચોક્કસપણે હાર્દિક પંડ્યાનો બેકઅપ છે.”
શિવમ દુબેના પ્રદર્શનની વાત કરીએ તો IPL 2023માં તેણે બેટથી શાનદાર ફોર્મ બતાવ્યું હતું. 30 વર્ષીય દુબેએ આ સિઝનમાં એમએસ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ માટે 38ની એવરેજ અને 158.33ના સ્ટ્રાઈક રેટથી 418 રન બનાવ્યા હતા. જોકે ધોનીએ તેને બોલિંગ કરવાની તક આપી ન હતી.