ઈંગ્લેન્ડ બાદ ટીમ ઈન્ડિયાને વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જવાની છે. આ પ્રવાસમાં ટીમ ત્રણ મેચની વનડે સીરીઝ ઉપરાંત પાંચ મેચની ટી20 સીરીઝ રમશે. બીસીસીઆઈએ તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ટી20 ટીમની જાહેરાત કરી હતી, જેમાં ઓપનર કેએલ રાહુલનું નામ પણ સામેલ હતું.
પરંતુ કેએલ રાહુલની પસંદગી બીસીસીઆઈએ ફિટનેસને આધીન કરી હતી. મતલબ કે પ્રવાસ પહેલા તે ફિટ થશે તો જ તેને ટીમમાં પસંદ કરવામાં આવશે.
હવે કેએલ રાહુલનો એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને ચાહકોએ રાહતનો શ્વાસ લીધો હશે. વીડિયોમાં રાહુલ બેટિંગ પ્રેક્ટિસ કરતો જોવા મળી રહ્યો છે.
#KLRAHUL backs to nets.Started practicing Ahead of #IndvsWI series. pic.twitter.com/JRhT8A1Ngl
— KLRAHUL TRENDS™ (@KLRahulTrends_) July 16, 2022
તમને જણાવી દઈએ કે, કેએલ રાહુલને સાઉથ આફ્રિકા સામેની હોમ ટી20 સીરીઝ માટે કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. પરંતુ સિરીઝ શરૂ થતા પહેલા જ તે ઈજાગ્રસ્ત થઈ ગયો અને ત્યારબાદ તે સર્જરી માટે વિદેશ ગયો. હર્નિયાના સફળ ઓપરેશન બાદ રાહુલની નજર ટીમ ઈન્ડિયામાં વાપસી પર છે.
કેએલ રાહુલનું ફિટ હોવું ભારત માટે ખૂબ મહત્વનું છે. વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ બાદ ટીમ ઈન્ડિયાએ એશિયા કપ અને ટી20 વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટ રમવાની છે. આવી સ્થિતિમાં ભારતીય ચાહકો ઈચ્છશે કે રાહુલ વેસ્ટ ઈન્ડિઝ સામે રમીને પોતાની લય હાંસલ કરે.