પાર્થિવ પટેલ 17 વર્ષ અને 153 દિવસનો હતો, ત્યારે તેને સૌથી યુવા વિકેટકીપર તરીકે તક મળી..
ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર અને બેટ્સમેન પાર્થિવ પટેલે બુધવારે તમામ ક્રિકેટ બંધારણોમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. પટેલે ટ્વિટર પર આ માહિતી આપી છે.
— parthiv patel (@parthiv9) December 9, 2020
પાર્થિવ પટેલ 17 વર્ષની વયે ક્રિકેટ ટીમમાં જોડાયો હતો. તે સૌથી યુવા વિકેટકીપર હતો. 35 વર્ષિય પાર્થિવ પટેલે ભારત માટે 25 ટેસ્ટ મેચ, 28 વનડે અને એક ટી 20 મેચમાં ભાગ લીધો છે. પટેલે ઘરેલું ક્રિકેટમાં ગુજરાત માટે 194 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે.
2002 માં, જ્યારે પાર્થિવ પટેલ 17 વર્ષ અને 153 દિવસનો હતો, ત્યારે તેને સૌથી યુવા વિકેટકીપર તરીકે તક મળી. પટેલે તેની કારકીર્દિ શાનદાર રીતે શરૂ કરી હતી, પરંતુ દિનેશ કાર્તિક અને મહેન્દ્રસિંહ ધોનીના ઉદય સાથે તેઓ ભારતીય ટીમમાં પોતાનું સ્થાન ગુમાવી ચૂક્યા છે.

