LATEST

શિખર ધવનની સલાહનું પાલન કર્યું હોત તો ઋષભ પંત આજે હોસ્પિટલ ન હોત

ભારતના સ્ટાર ક્રિકેટર ઋષભ પંતની લક્ઝરી કાર શુક્રવારે વહેલી સવારે દિલ્હી-દેહરાદૂન હાઈવે પર રોડ ડિવાઈડર સાથે અથડાઈ હતી, જેમાં તેને ઘણી ઈજાઓ થઈ હતી. સ્પીડ વધુ હોવાને કારણે તેમની કાર સંપૂર્ણપણે બળી ગઈ હતી.

પચીસ વર્ષનો પંત રૂરકીમાં પોતાના ઘરે જઈ રહ્યો હતો. તેને માથા, પીઠ અને પગમાં ઈજા થઈ હતી, પરંતુ તેની હાલત સ્થિર છે. ઋષભ પંતને પણ કારનો ખૂબ જ શોખ છે અને તેને ઝડપી ચલાવવાનું પસંદ છે, IPL દરમિયાન શિખર ધવન અને તેની વચ્ચે થયેલી ચેટમાં આ વાત સામે આવી છે.

આ દરમિયાન ઋષભ પંતનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાની ટીમના સિનિયર શિખર ધવન સાથે વાત કરતો જોવા મળી રહ્યો છે. લોકો આ વીડિયોને એક સંદેશ આપવાના હેતુથી પણ શેર કરી રહ્યા છે અને કહે છે કે તેમના વડીલોની વાત માનવી જોઈએ.

વાસ્તવમાં, 11 સેકન્ડના આ વાયરલ વીડિયોમાં રિષભ પંત તેના પાર્ટનર શિખર ધવનને સલાહ આપવા વિશે વાત કરી રહ્યો છે. જેના પર ધવને કહ્યું કે તે ધીમી ગાડી ચલાવે. રિષભ પંતે કહ્યું, “તમે મને એક સલાહ આપવા માંગો છો. જવાબમાં ધવન હસ્યો અને કહ્યું, “કાર આરામથી ચલાવ.” પંતે કહ્યું કે હું તમારી સલાહ લઈશ અને ધીમે ચલાવીશ. આ વાતચીત બાદ બંને હસતા પણ જોવા મળ્યા હતા.

પંતને શ્રીલંકા સામેની આગામી શ્રેણીમાંથી બહાર કરવામાં આવ્યો છે કારણ કે તેણે ફેબ્રુઆરીમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફી પહેલા એક કાર્યક્રમ માટે NCA સાથે જોડાવાનો છે. તેણે બાંગ્લાદેશ સામેની બે ટેસ્ટ મેચની શ્રેણીમાં ભારતની જીતમાં મોટી ભૂમિકા ભજવી હતી.

Exit mobile version