LATEST

આ સીરિઝ માટે હાર્દિકને એક નહીં પરંતુ 6 ઓપનરો મળ્યા! જુઓ મજબૂત ટીમ

T20 વર્લ્ડ કપ 2024 ટૂર્નામેન્ટ આવતા વર્ષે રમાવાની છે. આ ટુર્નામેન્ટ યુનાઇટેડ સ્ટેટ્સ (યુએસએ) અને વેસ્ટ ઇન્ડિઝની ધરતી પર રમાશે. ICC આ માટે પહેલાથી જ જાહેરાત કરી ચૂક્યું છે. ટીમ ઈન્ડિયા તેમાં ચોક્કસ ભાગ લેશે. ટી20 વર્લ્ડ કપની આ નવમી ઈવેન્ટ હશે. હાલમાં, તેની તારીખ-શિડ્યુલ, સ્થળ હજુ જાહેર કરવામાં આવ્યું નથી.

આ ટૂર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઓગસ્ટમાં ભારતે T20 શ્રેણી માટે બે દેશોનો પ્રવાસ કરવાનો છે. ભારત 3 ઓગસ્ટથી વેસ્ટ ઈન્ડિઝ સામે પાંચ મેચની T20I શ્રેણી રમશે અને ત્યારબાદ 18-23 ઓગસ્ટ સુધી આયર્લેન્ડ સામે ત્રણ મેચની T20I શ્રેણી રમશે.

આ શ્રેણી માટે, જય શાહ એન્ડ કંપની કેટલાક કડક પગલાં લઈ શકે છે અને ટીમ ઈન્ડિયાની ટીમમાંથી વરિષ્ઠ ખેલાડીઓને બાકાત રાખીને યંગિસ્તાન ટીમને તક આપી શકે છે. તો ચાલો જાણીએ, 15 સભ્યોના કયા ખેલાડીઓને ટીમમાં તક મળી શકે છે.

બીસીસીઆઈ આયર્લેન્ડ પ્રવાસ પર ટી-20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં ઓપનરોની ફોજ મોકલી શકે છે. ટીમમાં એક નહીં પરંતુ 6 ખેલાડીઓને તક મળી શકે છે. આ 6 નામ શુભમન ગિલ, ઈશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન અને વેંકટેશ અય્યરના હોઈ શકે છે.

ગિલ, ઈશાન, ગાયકવાડ અને જયસ્વાલ માત્ર ઓપનર છે પરંતુ ઐયર ઓપનર હોવા સાથે ઓલરાઉન્ડર છે, જ્યારે સંજુ કીપિંગ કરી શકે છે.

Exit mobile version