LATEST

ટી20માં હાર્દિક પંડ્યા પ્રથમ ભારતીય ખેલાડી બન્યો કે જેણે રચ્યો ઈતિહાસ

ભારતીય ટીમને વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી T20 મેચમાં 2 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે ટીમ ઈન્ડિયા શ્રેણીમાં 2-0થી પાછળ થઈ ગઈ છે. ભારતીય ટીમને પ્રથમ મેચમાં 4 રને હારનો સામનો કરવો પડ્યો હતો. કેપ્ટન હાર્દિક પંડ્યા બીજી મેચ હાર્યા બાદ જ મોટો રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે.

પોતાની પ્રથમ ઓવરમાં જ હાર્દિક પંડ્યાએ બ્રેન્ડન કિંગ અને જોન્સન ચેલેસની વિકેટો લીધી હતી. બીજી T20 મેચમાં તેણે ચાર ઓવરમાં 35 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આ સાથે તેણે T20 ક્રિકેટમાં પોતાના 4000 રન અને 150 વિકેટ પૂરી કરી લીધી છે. હાર્દિક આવું કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે. તેણે તેની કારકિર્દીમાં અત્યાર સુધી 241 T20 મેચ રમી છે, જેમાં તેણે 139.39ના સ્ટ્રાઈક રેટથી 4391 રન બનાવ્યા છે અને 152 વિકેટ પણ લીધી છે, જેમાં ત્રણ ચાર વિકેટ ઝડપી છે.

હાર્દિક પંડ્યા T20 ક્રિકેટના ઈતિહાસમાં 4000 રન અને 150 વિકેટ લેનારો 13મો ક્રિકેટર બની ગયો છે. તેના પહેલા પાકિસ્તાનના શોએબ મલિક, કિરોન પોલાર્ડ, રવિ બોપારા, શેન વોટ્સન, મોહમ્મદ હાફીઝ, આન્દ્રે રસેલ, ડ્વેન બ્રાવો, શાકિબ અલ હસન, સમિત પટેલ, મોઈન અલી, મોહમ્મદ નબી, અઝહર મહમૂદ આ કારનામું કરી ચુક્યા છે.

Exit mobile version