દક્ષિણ આફ્રિકાના સ્ટાર ક્રિકેટર હાશિમ અમલાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેણે ક્રિકેટમાંથી સંપૂર્ણપણે નિવૃત્તિ લઈ લીધી છે. અગાઉ, આફ્રિકન દિગ્ગજ હાશિલ અમલાએ 2019 ODI વર્લ્ડ કપ પછી નિવૃત્તિની જાહેરાત કરી હતી.
આંતરરાષ્ટ્રીયમાંથી નિવૃત્તિ લીધા બાદ અમલા સરે તરફથી રમી રહ્યો હતો. પરંતુ આ સિઝનમાં તેણે રમવાની ના પાડી દીધી છે અને બુધવારે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે ગયા વર્ષે કાઉન્ટી ચેમ્પિયનશિપમાં લેન્કેશાયર સામે વ્યાવસાયિક ક્રિકેટમાં તેની છેલ્લી મેચ રમી હતી. આ સિઝનમાં તેણે 40 ની નજીકની એવરેજથી 700 થી વધુ રન બનાવ્યા અને ટીમે ખિતાબ જીત્યો.
અમલાએ બે દાયકાની કારકિર્દી દરમિયાન તમામ વ્યાવસાયિક ફોર્મેટમાં 34,104 રન બનાવ્યા. પોતાના દેશ માટે રમતા, તેણે 2004 થી 2019 દરમિયાન 124 ટેસ્ટ મેચોમાં 9,282 રન બનાવ્યા. આવું કરનાર તે જેક કાલિસ પછી બીજા ક્રમે છે. અમલા ટેસ્ટ ફોર્મેટમાં દક્ષિણ આફ્રિકા માટે ત્રેવડી સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન છે. અમલાએ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 18,000 થી વધુ રન બનાવ્યા.
તેણે 181 વનડેમાં 27 સદીની મદદથી 8113 રન બનાવ્યા છે. તેણે 44 T20માં 1277 રન બનાવ્યા છે. તે હવે કોચ તરીકે જોવામાં આવે છે. તે હાલમાં MI કેપટાઉન માટે બેટિંગ કોચ તરીકે કામ કરી રહ્યો છે.
JUST IN: Hashim Amla has announced his retirement from all forms of the game.
The South African great retires with 89 professional hundred to his name.
What's your favourite memory from Amla's career? pic.twitter.com/o7iCvjCwiR
— Wisden (@WisdenCricket) January 18, 2023

