તમને ભારતમાં દરેક જગ્યાએ ક્રિકેટ પ્રત્યેનો જુસ્સો જોવા મળશે. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી આ ગેમનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. દેશમાં કેટલીક એવી પ્રતિભાઓ છે જેઓ શારીરિક સમસ્યાઓને બાજુ પર રાખીને ક્રિકેટના મેદાન પર એવો દાખલો બેસાડી રહ્યા છે કે દરેકની આંખો ખુલ્લી રહી જાય છે.
આવી જ એક પ્રતિભા છે જમ્મુ અને કાશ્મીર પેરા ક્રિકેટ ટીમના કેપ્ટન આમિર હુસૈન લોન, જેનો બેટિંગ કરતી વખતેનો લેટેસ્ટ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
જમ્મુ અને કાશ્મીરનો 34 વર્ષીય પેરા ક્રિકેટર આમિર હુસૈન લોન બિજબેહરાના વાઘામા ગામનો છે. એક નાનકડા ગામમાં સુવિધાઓનો અભાવ પણ આ પેરા ક્રિકેટરને તેનું સપનું પૂરું કરતા રોકી શક્યો નહીં અને આજે તે જમ્મુ-કાશ્મીર પેરા ક્રિકેટ ટીમનો કેપ્ટન છે.
આમિર 2013 થી વ્યાવસાયિક રીતે ક્રિકેટ રમી રહ્યો છે જ્યારે તેના એક શિક્ષકે તેની પ્રતિભાને ઓળખી અને તેને પેરા ક્રિકેટ સાથે પરિચય કરાવ્યો. વાયરલ થઈ રહેલો તેનો નવો વીડિયો જોઈને તમે પણ તેને સલામ કરશો. તે વિડિયો અહીં જુઓ.
#WATCH | Anantnag, J&K: 34-year-old differently-abled cricketer from Waghama village of Bijbehara. Amir Hussain Lone currently captains Jammu & Kashmir's Para cricket team. Amir has been playing cricket professionally since 2013 after a teacher discovered his cricketing talent… pic.twitter.com/hFfbOe1S5k
— ANI (@ANI) January 12, 2024