કોઈપણ ક્રિકેટર માટે ક્રિકેટના દરેક ફોર્મેટમાં સદી ફટકારવી બિલકુલ સરળ નથી. દુનિયામાં એવા બહુ ઓછા બેટ્સમેન છે જેમણે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી હોય. આજે અમે તમને ટીમ ઈન્ડિયાના એવા ખેલાડીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે ટેસ્ટ અને વનડે બંનેમાં બેવડી સદી ફટકારી છે. અત્યાર સુધી માત્ર 3 બેટ્સમેન છે જેમણે આ સિદ્ધિ મેળવી છે.
રોહિત શર્મા:
રોહિત શર્માએ વનડેમાં ત્રણ બેવડી સદી ફટકારી છે અને આ સિદ્ધિ કરનાર તે વિશ્વનો એકમાત્ર ખેલાડી છે. રોહિત શર્માએ ટેસ્ટમાં પણ બેવડી સદી ફટકારી છે. રોહિતે 2019માં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી ટેસ્ટ મેચમાં 212 રન બનાવ્યા હતા.
વિરેન્દ્ર સેહવાગ:
વીરેન્દ્ર સેહવાગ ભારતના ભૂતપૂર્વ ઓપનર બેટ્સમેન છે, જે પોતાની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતા છે. વીરેન્દ્ર સેહવાગે ટેસ્ટ ક્રિકેટમાં બે ત્રેવડી સદી ફટકારી હતી. જ્યારે તેણે ટેસ્ટમાં 6 બેવડી સદી ફટકારી હતી. વિરેન્દ્ર સેહવાગે પણ 2011માં ઈન્દોરમાં રમાયેલી ODI મેચમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બેવડી સદી ફટકારી હતી.
સચિન તેંડુલકર:
આ સિદ્ધિ મેળવનાર સચિન તેંડુલકર પ્રથમ ભારતીય ક્રિકેટર છે. સચિને ODI ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમ બેવડી સદી ફટકારી હતી. આ સિવાય તેણે ટેસ્ટ ક્રિકેટમાં 6 વખત બેવડી સદી પણ ફટકારી છે.