ભારતીય દિગ્ગજ ખેલાડી રોહિત શર્માએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે એક ખાસ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને આ દરમિયાન તેણે મુંબઈ ક્રિકેટ એસોસિએશનનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમ ફક્ત રોહિત શર્મા માટે જ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રોહિત શર્માના નામ પર એક સ્ટેન્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ જોઈને રોહિત ભાવુક થઈ ગયો અને કહ્યું કે આ દ્રશ્ય તેના માટે સ્વપ્ન જેવું છે.
તમને જણાવી દઈએ કે વર્ષ 2024માં T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ, રોહિત શર્માએ 7 મે 2025 ના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લીધી છે. હવે તે ફક્ત ODI ક્રિકેટ રમતા જોવા મળશે. ઉદ્ઘાટન દરમિયાન ભાષણ આપતાં રોહિત શર્માએ પોતાના જીવન વિશે ઘણી વાતો કહી. જેમાં તેમનું બાળપણ પણ શામેલ છે.
રોહિત શર્માએ પોતાના બાળપણની યાદો યાદ કરતા કહ્યું, ‘જ્યારે હું નાનો હતો, ત્યારે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારા જીવનમાં આવો દિવસ આવશે. હું ફક્ત મુંબઈ અને ભારત માટે ક્રિકેટ રમવા માંગતો હતો. કોઈએ વિચાર્યું ન હતું કે તેનું નામ ક્રિકેટના મહાન ખેલાડીઓ સાથે જોડાશે.’
રોહિત શર્માએ પોતાની નિવૃત્તિ વિશે કહ્યું, ‘મેં બે ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે, પરંતુ હું હજુ પણ એક ફોર્મેટ રમી રહ્યો છું. એટલા માટે આ સન્માન મારા માટે વધુ ખાસ બની જાય છે. તેણે મુંબઈ ક્રિકેટ એસોસિએશન, તેના સભ્યો અને તમામ રમતવીરોનો આભાર વ્યક્ત કરીને પોતાનું ભાષણ સમાપ્ત કર્યું.’
#WATCH | Mumbai | At the inauguration ceremony of a stand in Wankhede to be named after him, Indian ODI men’s cricket team captain Rohit Sharma says, “What is going to happen today, I have never dreamed of. As a kid growing up, I wanted to play for Mumbai, for India. No one… pic.twitter.com/BH2VCjmxFi
— ANI (@ANI) May 16, 2025