LATEST

ICCએ 2022ના ઉભરતા ક્રિકેટરના નોમિનેશનની જાહેરાત કરી

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICC એ મેન્સ ઇમર્જિંગ ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ માટે નામાંકિત ખેલાડીઓની જાહેરાત કરી છે. નોમિનેશનની આ યાદીમાં એક ભારતીય ખેલાડી પણ સામેલ છે.

ICCએ આ એવોર્ડ માટે બે ડાબા હાથના ફાસ્ટ બોલર અને બે ઓપનરને નોમિનેટ કર્યા છે. આ ભારતીય ખેલાડી બીજું કોઈ નહીં પણ ડાબા હાથનો ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ છે.

અર્શદીપ સિંહ ઉપરાંત દક્ષિણ આફ્રિકાના માર્કો જેન્સન, ન્યૂઝીલેન્ડના ફિન એલન અને અફઘાનિસ્તાનના ઈબ્રાહિમ ઝદરાનને ઈમર્જિંગ ક્રિકેટર ઓફ ધ યર માટે નોમિની તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

માર્કો જાનસેને આ વર્ષે ટેસ્ટમાં 28, ODIમાં 2 અને T20I ક્રિકેટમાં એક વિકેટ લીધી છે. તે જ સમયે, ઇબ્રાહિમ ઝદરાને આ વર્ષે 431 ODI રન અને 367 T20I રન બનાવ્યા છે. બીજી તરફ ફિન એલનની વાત કરીએ તો તેણે આ વર્ષે 411 T20I રન અને 387 ODI રન બનાવ્યા છે.

બીજી તરફ ભારતના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહની વાત કરીએ તો તેણે 33 T20 વિકેટ પોતાના નામે કરી લીધી છે. 8.17ના ઇકોનોમી રેટ સાથે તેની સરેરાશ 18.12 છે કારણ કે તે ડેથ ઓવરોમાં ઓછામાં ઓછી બે ઓવર બોલ કરે છે. તેણે આઈપીએલ 2021 અને 2022માં સારો દેખાવ કર્યો હતો. આ કારણે તેને T20 ટીમમાં જગ્યા મળી અને હવે તે ODI ટીમનો પણ ભાગ છે. તે એશિયા કપ અને T20 વર્લ્ડ કપમાં પણ ભારત માટે રમ્યો હતો, જ્યાં તે સફળ રહ્યો હતો.

Exit mobile version