LATEST

મેચ ફિક્સિંગના મામલે આ ખેલાડી પર ICCએ 14 વર્ષનો પ્રતિબંધ લગાવ્યો

T20 વર્લ્ડ કપ 2022નો મહામેળો ચાલી રહ્યો છે. ટીમોએ વોર્મઅપ શરૂ કરી દીધું છે. પરંતુ, તે પહેલા આ સમાચાર ક્રિકેટર માટે સારા નથી. જો કે, આ ખેલાડીને T20 વર્લ્ડ કપ 2022 સાથે કોઈ લેવાદેવા નથી.

તેની ટીમ ત્યાં ક્વોલિફાયર રમશે, પરંતુ તે ટીમનો ભાગ નહીં હોય. અમે વાત કરી રહ્યા છીએ UAE ના ક્રિકેટર મેહરદીપ છાવકરની, જેને 3 વર્ષ પહેલા ક્રિકેટના મેદાન પર એક મોટી ભૂલની સજા મળી છે. આ સજાનું પરિણામ એ છે કે હવે તે આગામી 14 વર્ષ સુધી ક્રિકેટ રમી શકશે નહીં.

3 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2019માં મેહરદીપ પર મેચ ફિક્સિંગનો આરોપ લાગ્યો હતો. તેના પર ઝિમ્બાબ્વે અને UAE વચ્ચેની આંતરરાષ્ટ્રીય મેચ તેમજ કેનેડાની GT20 લીગની મેચમાં ફિક્સિંગ કરવાનો આરોપ હતો. મેહરદીપ વિરૂદ્ધ કુલ 7 આરોપો હતા, જેની સુનાવણી થઈ, જે બાદ ICCએ તેને દોષિત ઠેરવ્યો અને તેના પર 14 વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો.

આઈસીસીએ બુધવારે માહિતી આપી હતી કે ભ્રષ્ટાચાર વિરોધી એકમે મેહરદીપ પર પ્રતિબંધ મૂક્યો છે. આ પહેલા યુએઈની રાષ્ટ્રીય ટીમના બે ખેલાડીઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. છાવકરને લગતી ઓફરના સંદર્ભમાં તેણે ભ્રષ્ટાચાર વિરોધી સંહિતાના ઉલ્લંઘનની કબૂલાત કરી હતી.

મેહરદીપ છાવકર UAE ક્રિકેટમાં વિકેટ કીપર બેટ્સમેન રહી ચૂક્યા છે. તે UAEની ટોપ લીગમાં સતત રમી રહ્યો છે. વર્ષ 2012માં તે અંડર-19 એશિયન ક્લબ ટુર્નામેન્ટમાં પણ રમી ચૂક્યો છે. ICC દ્વારા મળેલી સજા બાદ તેણે પોતાના પર લાગેલા આરોપોને નકારી કાઢ્યા અને તેને પાયાવિહોણા ગણાવ્યા. તે એક ખેલાડીને જાણીજોઈને ખરાબ પ્રદર્શન આપવા સહિત બે ગુનાઓમાં દોષી ઠેરવવામાં આવ્યો છે.

Exit mobile version