LATEST

શશાંક મનોહર પોતાનો કાર્યકાળ નહીં વધારે, જૂનમાં અધ્યક્ષ પદ છોડશે

ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડના પ્રમુખ કોલિન ગ્રીવ્સ હાલમાં આ રેસમાં ભાગ લઈ રહ્યા છે….

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈએસસી) ના અધ્યક્ષ શશાંક મનોહર હવે ત્રીજી વખત અધ્યક્ષ નહીં બને. જણાવી દઈએ કે, શશાંક મનોહરે તેમનો કાર્યકાળ આગળ વધારવાનો ઇનકાર કરી દીધો છે. તેમનો કાર્યકાળ જૂન મહિનામાં સમાપ્ત થઈ રહ્યો છે. આઇસીસીએ બુધવારે 27 મેના રોજ એક નિવેદન બહાર પાડતાં કહ્યું છે કે શશાંક મનોહરની જગ્યાએ નવા અધ્યક્ષની નિમણૂક માટે પસંદગી પ્રક્રિયા નક્કી કરવામાં આવશે.

આજે આઇસીસી બોર્ડની એક મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે, જેમાં ટી -20 વર્લ્ડ કપના ભવિષ્ય અંગેના નિર્ણયની સાથે સાથે નવા આઈસીસી ચેરમેનની પસંદગી માટેની પ્રક્રિયા અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

આજ રોજ યોજાનારી આઈસીસી બોર્ડની બેઠકમાં નવા અધ્યક્ષની નિમણૂક માટે પસંદગી પ્રક્રિયા નક્કી કરવામાં આવશે. આઇસીસીએ પોતાના નિવેદનમાં કહ્યું, “આઈસીસી બોર્ડની એક બેઠક થઈ હતી જેમાં આઈસીસીના નવા અધ્યક્ષની પસંદગીની પ્રક્રિયા અંગે ચર્ચા કરવામાં આવી હતી. હાલમાં આ પ્રક્રિયા અંગેનો આખરી નિર્ણય લેવામાં આવ્યો નથી અને આઈસીસી બોર્ડની બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી છે.”

આઇસીસીએ કહ્યું કે, હાલના અધ્યક્ષે પુષ્ટિ આપી છે કે તેઓ પોતાનો કાર્યકાળ આગળ વધારવા માંગતા નથી, પરંતુ બોર્ડમાં સરળ સંક્રમણ માટે તેમનું સમર્થન ચાલુ રાખશે.

આઇસીસી દ્વારા કરવામાં આવેલી ઘોષણા બાદ નવા ચેરમેન તરીકે નવા ચહેરા માટેનો માર્ગ સાફ થઈ ગયો છે. ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડના પ્રમુખ કોલિન ગ્રીવ્સ હાલમાં આ રેસમાં ભાગ લઈ રહ્યા છે.

Exit mobile version